Googleના CEO સુંદર પિચાઈએ Trumpના H1-B વિઝા નિર્ણયને ખોટો ગણાવ્યો, આ નિરાશા જનક છે

News18 Gujarati
Updated: June 23, 2020, 2:52 PM IST
Googleના CEO સુંદર પિચાઈએ Trumpના H1-B વિઝા નિર્ણયને ખોટો ગણાવ્યો, આ નિરાશા જનક છે
સુંદર પિચાઈ

HIB Visa પર પ્રતિબંધના નિર્ણયથી શું થશે - ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં નોકરીનું સપનું જોવાવાળા લગભગ લાખો લોકોને ધક્કો લાગી શકે છે

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝાને 31 ડિસેમ્બર 2020 સુધી રદ્દ કરવાની જાહેરાત કરી છે. આનાથી ભારત સહિત દુનિયાભરના આઈટી પ્રોફેશનલને મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈમિગ્રેશનના કારણથી અમેરિકાને આટલો ફાયદો થયો છે. તેના કારણે જ આજે તે ગ્લોબલ ટેક લીડર બન્યું છે. પિચાઈએ લખ્યું કે, આ ઓર્ડરથી તે નિરાશ છે.

HIB Visa પર પ્રતિબંધના નિર્ણયથી શું થશે - ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં નોકરીનું સપનું જોવાવાળા લગભગ 2.4 લાખ લોકોને ધક્કો લાગી શકે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં કામ કરતી કંપનીઓને વિદેશી કર્મચારીઓ માટે મળતા વિઝાને HIB Visa કહેવામાં આવે છે. આ વિઝાને એક નક્કી સમયગાળા માટે જાહેર કરવામાં આવે છે.

અમેરિકાની ટ્ર્મ્પ સરકારે HIB, L1 અને અન્ય અસ્થાયી કામકાજી વિઝાને સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે, જે આઈટીવાળા લોકોના H1B વિઝા એપ્રિલની લોટરીમાં એપ્રૂવ થઈ ગયા હતા તેમને પણ હવે આવવાની પરવાનગી નહીં મળે.

Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all.

— Sundar Pichai (@sundarpichai) June 22, 2020
તમને જણાવી દઈએ કે, ટ્ર્મ્પના આ નિર્ણયની અસર તેમના પર નહીં થાય, જેમની પાસે પહેલાથી યૂએસના વિઝા છે. અમેરિકી સરકારનું કહેવું છે કે, આ વિઝા પર અસ્થાયી પ્રતિબંધથી અમેરિકામાં 5.25 લાખ નોકરીઓની જગ્યા ખાલી રહેશે.
First published: June 23, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading