મોદી સરકારે નાના વેપારીઓને આપી ગિફ્ટ! માત્ર SMSથી ભરો GST રિટર્ન

News18 Gujarati
Updated: October 2, 2019, 6:13 PM IST
મોદી સરકારે નાના વેપારીઓને આપી ગિફ્ટ! માત્ર SMSથી ભરો GST રિટર્ન
મોદી સરકારે નાના વેપારીઓને આપી ગિફ્ટ!

1 એપ્રિલ 2020થી ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ અસેસી પોતાના ફોનથી માત્ર એસએમએસ મોકલી જીએસટી રિટર્ન ફાઈલ કરી શકશે

  • Share this:
કેન્દ્ર સરકારે નાના વેપારીઓને મોટી રાહત આપી છે. અગામી 1 એપ્રિલ 2020થી ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ અસેસી પોતાના ફોનથી માત્ર એસએમએસ મોકલી જીએસટી રિટર્ન ફાઈલ કરી શકશે. આ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે એક માત્ર શરત છે કે, તેમનું ટર્ન ઓવર નિલ હોવું જોઈએ. આ સિવાય નાના વેપારીઓએ ત્રણ મહિનામાં સહજ અને સુગમ ફોર્મથી ત્રણ મહિનામાં એક વખત રિટર્ન દાખલ કરવું પડશે.

જીએસટી નૅટવર્કના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પ્રકાશ કુમારે કહ્યું કે, જીએસટી નંબર લીધો છે અને તે અંતર્ગત રિટર્ન દાખલ કરવાની મુશ્કેલીના ચાલતા તેમણે રિટર્ન દાખલ કરવું પડે છે. તેમના માટે નવી પ્રણાલીમાં એક વિશેષ શ્રેણી બનાવી દીધી છે. આવા કરદાતા પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી એસએમએસ મોકલી પોતાનું રિટર્ન દાખલ કરી શકશો.

SMSથી ભરવામાં આવશે જીએસટી રિટર્ન

હિન્દુ બિઝનૅસ લાઈનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, નવા સિસ્ટમ અંતર્ગત નિલ ટર્નઓવરવાળા એસેસી એ માત્ર SMS મોકલવો પડશે અને તેમના રજિસ્ટર્ડ નંબર પર વન ટાઈમ પાસવર્ડ આવશે. આ ઓટીપીને પાછો મોકલવા પર તેમનું રિટર્ન દાખલ કર્યું માનવામાં આવશે.

એપ્રિલ 2020થી સહજ અને સુગમ જીએસટી રિટર્ન ફોર્મ હશે ઉપલબ્ધ
પ્રકાશ કુમારે જણાવ્યું કે, વર્ષમાં 5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા બિઝનેસને પહેલા જીએસટીએન 3બી ફૉર્મ ભરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આ સીમા સુધી બિઝનેસ કરતા વેપારીઓ માટે 2 ફૉર્મ બનાવવામાં આવ્યા છે. જે વેપારી વર્ષમાં 5 કરોડ રૂપિયા સુધિનો બિઝનેસ કરે છે અને બી2સી બિઝનેસ કરે છે, તેમના માટે આરટીઈ-2 ફૉર્મ બનાવવામાં આવ્યું છે.આને જ સહજ નામ આપવામાં આવ્યું છે. આમાં વેપારીએ ટૅક્સ તો દર મહિને ભરવાનો રહેશે, પરંતુ રિટર્ન ત્રણ મહિને જ ભરવાનું રહેશે. આ રીતે વર્ષમાં પાંચ કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરનાર વેપારી જે માત્ર જથ્થાબંધ માલ વેચે છે અથવા બી2બી વેપાર કરે છે, તેમના માટે જીએસટી આરટીઈ-3 અથવા સુગમ ફૉર્મ બનાવવામાં આવ્યું છે. આ ફૉર્મ પણ ત્રિમાસિક આધાર પર જ ભરવામાં આવશે પરંતુ કરની ચૂકવણી માસિક રહેશે.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर