Bad News: સરકાર GSTના રેટ્સ વધારવાની તૈયારીમાં, મોંઘી થશે આ વસ્તુઓ

News18 Gujarati
Updated: December 10, 2019, 4:18 PM IST
Bad News: સરકાર GSTના રેટ્સ વધારવાની તૈયારીમાં, મોંઘી થશે આ વસ્તુઓ
જીએસટીના દરમાં વધારો કરવામાં આવી શકે છે

જીએસટી દરોમાં વધારો કરી જીએસટી રાજસ્વ વધારવા પર વિચાર થઈ રહ્યો છે.

  • Share this:
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વધારવા માટે આજે દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ રહી છે. જેમાં જીએસટી દરને વધારવા અને હાલના જીએસટી સ્લેબમાં ફેરફાર સહિત કેટલીક ભલામણો પર પણ વિચાર કરવામાં આવ્યો. આ બેઠકમાં ત્રણે મોર્ચે - જીએસટી રેટ, જીએસટી સ્લેબ અને કંપનસેશન સેસ પર ચર્ચા થશે અને તેમાં ફેરફાર કરવા પર એક ભલામણ કરવામાં આવશે.

GST રેટ વધશે?
ઉલ્લેખનીય છે કે, સળંગ ઘટતા જીએસટી કલેક્શનના કારણે આ તમામ ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકારે ગત અઠવાડીયે રાજ્યો પાસે સલાહ લીધી હતી. સલાહ અનુસાર, દર વધારવા માટે રણનીતિ નક્કી કરવામાં આવશે. ભલામણોમાં એ કહેવામાં આવ્યું હતું કે, જે એક્ઝમ્પટેઝ કેટેગરી ગુડ્સ છે અથવા જેના પર હજુ જીએસટી નથી લાગતું, તેને પણ સ્લેબના દાયરામાં લાવવા જોઈએ.

આ વસ્તુઓના જીએસટી રેટ વધી શકે છે
આ સિવાય કેટલાક દરોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. સંભાવના છે કે, રો સિલ્ક, લક્ઝરી હેલ્તકેર, હાઈ વેલ્યૂમ હોમ લીજિંગ, બ્રાંડેડ સીરિયલ્સ, પિત્ઝા, રેસ્ટોરન્ટ, ક્રૂઝ શિપિંગ, પ્રિંટ એડવર્ટાઈઝિંગ, એસી ટ્રેન ટિકિટ્સ, ઓલિવ ઓઈલ જેવી ડઝનો એવી વસ્તુઓ છે જેના રેટમાં ફરફાર કરવાની ચર્ચા કરવામાં આવી રહી છે. એટલે કે આના દરોમાં વધારો કરી જીએસટી રાજસ્વ વધારવા પર વિચાર થઈ રહ્યો છે.

આ સિવાય જીએસટી સ્લેબમાં પણ ફેરફાર કરવાની ચર્ચા છે. સૌથી નીચલો સ્લેબ, જે 5 ટકાવાળો છે, તેને વધારી 6થી 8 ટકાની ભલામણો રાજ્યો દ્વારા કરવામાં આવી છે.(આલોક પ્રિયદર્શી, સંવાદદાતા - CNBC અવાજ)
First published: December 10, 2019, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading