ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સંકેત! ક્રિસિલનો અંદાજ, 2021-22માં 11 ટકા રહેશે વિકાસ દર

ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સંકેત! ક્રિસિલનો અંદાજ, 2021-22માં 11 ટકા રહેશે વિકાસ દર
પ્રતિકાત્મક તસવીર

ગ્લોબલ રેટિંગ એજન્સી ક્રિસિલે (Crisil)ભારતીય અર્થવ્યવસ્થાને (Indian Economy)લઇને સારા સંકેત આપ્યા

  • Share this:
    નવી દિલ્હી : ગ્લોબલ રેટિંગ એજન્સી ક્રિસિલે (Crisil)ભારતીય અર્થવ્યવસ્થાને (Indian Economy)લઇને સારા સંકેત આપ્યા છે. એજન્સીનું કહેવું છે કે વિત્ત વર્ષ 2021-22માં દેશની અર્થવ્યવસ્થા (GDP Growth) કોરોના સંકટથી નીકળીને 11 ટકાની ઝડપથી વિકાસ કરશે. સફળ ઘરેલું ઉત્પાદની વુદ્ધિને લઈને કહેવામાં આવેલો ક્રિસિલનો અંદાજ ભારત સરકારના આર્થિક સર્વેક્ષણના અંદાજથી મેલ ખાય છે. આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે વિત્ત વર્ષ 2021-22માં વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ 11 ટકા રહેવાની આશા છે. જ્યારે નોમિનલ જીડીપી 15.4% રહેવાનો અંદાજ છે.

    ક્રિસિલે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં વિત્ત વર્ષ 2020-21 દરમિયાન 8 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. સાથે કહ્યું કે આગામી વિત્ત વર્ષ દરમિયાન ભારતની જીડીપીમાં જોરદાર ઉછાળના ચાર પ્રમુખ કારણ હશે. રેટિંગ એજન્સીના મતે ભારતના લોકોએ હવે કોરોના વાયરસ મહામારી સાથે જીવવાનું શીખી લીધું છે. તેના માટે હવે આ ન્યૂ નોર્મલ બની ગયું છે. આ સાથે દેશમાં કોવિડ-19 સંક્રમણ ફેલાવવાની ઝડપ પર ઘણા હદ સુધી કાબુ મેળવી લીધો છે. જ્યારે વેક્સીનેશન અભિયાનની ઝડપ પકડવાની સાથે જ નિવેશ કેન્દ્રીત સરકારી ખર્ચ વધવાથી દેશની અર્થવ્યવવસ્થા 11 ટકાની ઝડપથી વિકાસ કરશે.



    આ પણ વાંચો - રાજીનામા પછી છલકાયું ત્રિવેન્દ્ર સિંહ રાવતનું દર્દ, કહ્યું- મારા ત્યાગપત્રનું કારણ જાણવા દિલ્હી જવું પડશે

    ગ્લોબલ રેટિંગ એજન્સીના ચીફ ઇકોનોમિસ્ટ ડીકે જોશીએ કહ્યું કે કોવિડ-19નું જોખમ હજું પણ યથાવત્ છે. આમ છતા ભારતની જીડીપી વિત્ત વર્ષ 2021-22ના બીજી છ મહિનામાં શાનદાર પ્રદર્શન કરશે. દેશની અર્થવ્યવસ્થા આ દરમિયાન કોરોના સંકટના પહેલાના સ્તર પર પહોંચી જશે અને તેમાં વિત્ત વર્ષ 2019-20ના મુકાબલે 2 ટકા વધારે તેજી જોવા મળશે. ભારતીય અર્થવ્યવસ્થા 2023થી 2025 વચ્ચે એવરેજ 6.3 ટકાની દરથી વિકાસ કરશે.
    Published by:Ashish Goyal
    First published:March 09, 2021, 22:30 pm

    ટૉપ ન્યૂઝ