PPF investment: જો તમે વધુ સારા રોકાણની (good return investment) શોધમાં છો, જ્યાં કોઈપણ પ્રકારનું જોખમ નથી, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. PPFમાં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી. આનું કારણ એ છે કે, તે સરકાર તરફથી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તમે તેમાં રોકાણકરીને સારો નફો પણ મેળવી શકો છો. તમારે માત્ર કાળજીપૂર્વક રોકાણ કરવાની જરૂર છે.
લાંબા ગાળા માટે રોકાણ કરીને PPF માંથી સારું વળતર મેળવી શકાય છે. દર મહિને માત્ર 1000 રૂપિયા જમા કરીને, તમે 12 લાખ રૂપિયાથી વધુ મેળવી શકો છો. પીપીએફની શરૂઆત 1968માં રાષ્ટ્રીય બચત સંસ્થા દ્વારા નાની બચત તરીકે કરવામાં આવી હતી.
તમને કેટલું વ્યાજ મળશે?
કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને PPF ખાતાના વ્યાજ દરમાં ફેરફાર કરે છે. વ્યાજ દર સામાન્ય રીતે 7થી 8 ટકા હોય છે, જે આર્થિક પરિસ્થિતિને આધારે થોડો વધારો અથવા ઘટાડો કરી શકે છે. હાલમાં, વ્યાજ દર 7.1 ટકા છે, જે વાર્ષિક ચક્રવૃદ્ધિ થાય છે. આ ઘણી બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધારે છે. તમે PPF ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેની પાકતી મુદત 15 વર્ષ છે. તે પછી તમે આ પૈસા ઉપાડી શકો છો અથવા તમે દર 5 વર્ષ આગળ લઈ જઈ શકો છો.
જાણો આખી યોજનાનો હિસાબ
જો તમે PPF ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા કરો છો, તો 15 વર્ષમાં તમારા રોકાણની રકમ 1.80 લાખ રૂપિયા થશે. આના પર 1.45 લાખ રૂપિયા વ્યાજ મળશે. એટલે કે મેચ્યોરિટી બાદ તમને કુલ 3.25 લાખ રૂપિયા મળશે. હવે જો તમે PPF ખાતાને વધુ 5 વર્ષ માટે લંબાવશો અને દર મહિને 1000 રૂપિયાનું રોકાણ ચાલુ રાખશો તો તમારી કુલ રોકાણ રકમ 2.40 લાખ રૂપિયા થશે. આ રકમ પર 2.92 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે પરિપક્વતા પછી તમને 5.32 લાખ રૂપિયા મળશે.
જો તમે 15 વર્ષની પરિપક્વતા અવધિ પછી તેને 5-5 વર્ષ (કુલ ત્રીસ વર્ષ) માટે ત્રણ વખત લંબાવશો અને દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું ચાલુ રાખશો તો તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલી કુલ રકમ રૂ .3.60 લાખ થશે. 8.76 લાખ આના પર વ્યાજ મળશે. આ રીતે, પાકતી મુદતે કુલ 12.36 લાખ રૂપિયા ઉપલબ્ધ થશે.
જો તમે PPF માં રોકાણ કર્યું છે, તો આ ખાતા પર લોન લેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ આનો લાભ લેવા માટે, તે ખાતું ખોલવાના ત્રીજા કે છઠ્ઠા વર્ષમાં ઉપલબ્ધ થશે. PPF ખાતાના 6 વર્ષ પૂરા થવા પર, તમે નાની રકમ પણ ઉપાડી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર