ખુશખબર! YES Bankના ગ્રાહકો બુધવારે સાંજે 6.00 વાગ્યા પછી 50 હજારથી વધારે રૂપિયા ઉપાડી શકશે

યસ બેંકના નવનિયુક્ત સીઈઓએ કહ્યું કે બેંક પાસે રોકડની કમી નથી.

YES Bankના મુખ્ય કાર્યકારી સીઈઓ પ્રશાંત કુમારે કરી મોટી જાહેરાત, તમામ સેવાઓ ગ્રાહકો માટે ફરી શરૂ થશે. વાંચો સમગ્ર અહેવાલ

 • Share this:
  નવી દિલ્હી : બુધવારે સાંજે 6 વાગ્યા પછી, ગ્રાહકો YES Bankની (Yes Bank) તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશે. YES Bankના નવા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પ્રશાંત કુમારે (Managing Director & CEO) પ્રશાંત કુમારે આ વાત કહી હતી. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે બેંક પાસે રોકડની કમી નથી. ઉલ્લેખનીય છે ભારતીય રિઝર્વ બેન્કે કે 5 માર્ચે YES Bankના કામકાજ પર પ્રતિબંધ મૂક્યો હતો. 3 એપ્રિલ સુધીમાં બેંકના ગ્રાહકો માટે 50 હજાર રૂપિયા સુધીની ઉપાડની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

  NEFT, RTGS અને IMPS સેવા : પ્રશાંત કુમારે જણાવ્યું કે YES Bankની તમામ ઓનલાઇન સેવાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. બેંકના એટીએમમાં ​​રોકડની કમી નથી. પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા SBIના અધ્યક્ષ રજનીશ કુમારે જણાવ્યું હતું કે SBI તેના શેર વેચવા માટે સંપૂર્ણપણે મુક્ત છે. પરંતુ હું ખાતરી આપવા માંગું છું કે આવતા ત્રણ વર્ષ સુધી યસ બેન્કનો એક પણ શેર વેચવામાં આવશે નહીં.

  આ પણ વાંચો :  Big News : Coronavirusની અસરના લીધે રાજ્યના તમામ દર્શનીય સ્થળો 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય

  નવા બોર્ડની રચના કરવામાં આવી

  યસ બેન્કે તેના ડિરેક્ટર બોર્ડના પુનર્ગઠનને મંજૂરી આપી. રિઝર્વ બેંક (RBI) વતી બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમાયેલા પ્રશાંતકુમાર, બેંકના નવા મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી છે. કુમાર ભૂતપૂર્વ ચીફ ફાઇનાન્સ અધિકારી અને ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે.નવા નિયામક મંડળમાં પંજાબ નેશનલ બેંકના પૂર્વ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનિલ મહેતા પણ શામેલ છે. તે YES Bankના બિન-કાર્યકારી અધ્યક્ષ રહેશે.

  Yes-bankના નવનિર્મિત બોર્ડ દ્વારા આજે પ્રેસ વાર્તાલાપ કરી અને મહત્ત્વની માહિતી આપવામાં આવી હતી.


  આ પણ વાંચો :  સુરત : વરાછા પોલીસ મથકમાં આરોપીનું મોત, રડતા રડતા પત્ની બોલી, 'મેં કહ્યું હતું એમને ન લઈ જાઓ'

  તેમના સિવાય મહેશ કૃષ્ણમૂર્તિ અને અતુલ ભેડા બેંકના બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. YES Bankના બોર્ડમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને બે ડિરેક્ટર નિયુક્ત કરવાનો અધિકાર હશે.


  Published by:Jay Mishra
  First published: