Home /News /business /Good News: પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો, જાણો તમારા શહેરનો નવો ભાવ

Good News: પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો, જાણો તમારા શહેરનો નવો ભાવ

પ્રતિકાત્મક તસવીર

ઈંધણની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી કેન્દ્ર સરકાર પર પણ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું દબાણ છે. જોકે આ સ્થિતિમાં દેશના 4 રાજ્યોએ ટેક્સ ઘટાડીને ગ્રાહકોને રાહત આપી છે.

નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો (Petrol Diesel Price Hike)એ સામાન્ય લોકોને પરેશાન કર્યા છે. નોકરીયાત વર્ગના બજેટથી લઈને ગૃહિણીઓના બજેટ અને કારોબારીઓના બજેટને વેરવિખેર કરી દીધા છે. અમુક રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરે વેચાઇ રહ્યું છે. વધતા જતા ભાવોને લઈને વિપક્ષ સતત કેન્દ્રને ટાર્ગેટ કરી રહ્યું છે.

ઈંધણની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી કેન્દ્ર સરકાર પર પણ એક્સાઈઝ ડ્યુટી(Excise Duty) ઘટાડવાનું દબાણ છે. જોકે આ સ્થિતિમાં દેશના 4 રાજ્યોએ ટેક્સ ઘટાડીને ગ્રાહકોને રાહત આપી છે. જોકે નોંધનીય છે કે આમાંથી કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં ચૂંટણી પણ છે. આ જ કારણ છે કે આ રાજ્યો ચૂંટણી પૂર્વે લોકોને નિરાશ ન કરવા માંગતી હોવાથી ભાવ ઘટાડ્યાં છે.

આ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડ્યો :
પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, અસમ અને મેઘાલયમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં ઘટાડો થયો છે. પ્રથમ, રાજસ્થાનમાં 29 જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ(VAT) 38 ટકાથી ઘટાડીને 36 ટકા કરાયો હતો. પશ્ચિમ બંગાળમાં, મમતા બેનર્જીની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં એક રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

12 ફેબ્રુઆરીએ અસમ રાજ્ય સરકારે ગયા વર્ષે કોરોના સંકટ દરમિયાન લાદવામાં આવેલા 5 રૂપિયાના વધારાના ટેક્સને પણ દૂર કર્યો હતો. અસમમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ જ સમયે મેઘાલયની વાત કરીએ તો અહીં રાજ્ય સરકારે ગ્રાહકોને સૌથી વધુ રાહત આપતા પેટ્રોલનો ટેક્સ 7.40 અને ડીઝલનો 7.10 રૂપિયાનો ટેક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમાં પહેલા લિટર દીઠ રૂ. 2નો ઘટાડો કરાયો હતો, ત્યારબાદ પેટ્રોલ પરનો વેટ પણ 31.62%થી ઘટાડીને 20% અને ડીઝલ પર 22.95%થી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે. કોરોના મહામારી (Coronavirus Pandemic)ને પગલે ગયા વર્ષે આ વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

વધતા જતા ભાવો અંગે કેન્દ્ર સરકાર શું કહે છે?

ગત સપ્તાહે જ કેન્દ્ર સરકારે કોઈપણ પ્રકારની એક્સાઇડ ડ્યુટી ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઇંધણના વધતા ભાવ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ઉત્પાદનમાં ઘટાડાનું કારણ આગળ ધરી દીધું હતુ. પીએમ મોદીએ અગાઉની સરકારને વધતા ભાવ માટે જવાબદાર ગણાવ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે બળતણના વધતા ભાવના બે મુખ્ય કારણો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું છે. ઉત્પાદક દેશો તેમનો નફો વધારવા માટે તેલના ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે. તેથી ક્રૂડ તેલ ખરીદતા દેશો માટે તે મોંઘુ બની રહ્યું છે. શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેલની વધતી કિંમતોએ સરકાર સામે મૂંઝવણ ઉભી કરી છે. તેમણે કહ્યું કે ઈંધણના ભાવ વ્યાજબી સ્તરે લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને એક વ્યવસ્થા બનાવવી પડશે.

જાણો તમારા શહેરમાં આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ
સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. તેલ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સતત 12 દિવસ સુધી ઇંધણના ભાવમાં તેજી જોવા મળી હતી.> દિલ્હીમાં પેટ્રોલ 90.58 રૂપિયા અને ડીઝલ 80.97 રૂપિયા પ્રતિ લિટર છે.
> મુંબઇમાં પેટ્રોલ 97.00 રૂપિયા અને ડીઝલ 88.06 રૂપિયા પ્રતિ લિટર છે.
> કોલકત્તામાં પેટ્રોલ 91.78 રૂપિયા અને ડીઝલ 84.56 રૂપિયા પ્રતિ લિટર છે.
> ચેન્નાઇમાં પેટ્રોલ 92.59 રૂપિયા અને ડીઝલ 85.98 રૂપિયા પ્રતિ લિટર છે.
> નોઈડામાં પેટ્રોલ 88.92 રૂપિયા અને ડીઝલ 81.41 રૂપિયા પ્રતિ લિટર છે.
> બેંગ્લોરમાં પેટ્રોલ 93.61 રૂપિયા અને ડીઝલ 85.84 રૂપિયા પ્રતિ લિટર છે.
> ભોપાલમાં પેટ્રોલ 98.60 રૂપિયા અને ડીઝલ 89.23 રૂપિયા પ્રતિ લિટર છે.
> ચંદીગઢમાં પેટ્રોલ 87.16 રૂપિયા અને ડીઝલ 80.67 રૂપિયા પ્રતિ લિટર છે.
> પટનામાં પેટ્રોલ 92.91 રૂપિયા અને ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લિટર છે.
> લખનઉમાં પેટ્રોલ 88.86 રૂપિયા અને ડીઝલ 81.35 રૂપિયા પ્રતિ લિટર છે.
First published:

Tags: Petrol-diesel-price