Home /News /business /Sukanya Samriddhi Yojana: શુભ સમાચાર, હવે સરકારની આ યોજના પહેલા કરતા વધુ ફાયદાકારક રહેશે..

Sukanya Samriddhi Yojana: શુભ સમાચાર, હવે સરકારની આ યોજના પહેલા કરતા વધુ ફાયદાકારક રહેશે..

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા જાણો

Sukanya Samriddhi Yojana Interest Rate: સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્ર સરકારની સૌથી સફળ યોજનાઓમાંની એક છે. તેમાં રોકાણ કરીને તમને મોટો ફાયદો મળી શકે છે.

Sukanya Samriddhi Yojana: 31 માર્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 7.6 ટકાથી વધારીને 8 ટકા કરવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ ખાતા ધારકોને એપ્રિલ 2023થી જૂન 2023 સુધીના સમયગાળા માટે 8 ટકા વ્યાજનો લાભ મળશે.

નોંધનીય છે કે, સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી. આ એક નાની બચત યોજના છે. આની મદદથી દીકરીઓના માતા-પિતાને તેના ભણતર અને લગ્નના ખર્ચ માટે પૈસા ઉમેરવામાં મદદ કરવામાં આવે છે.

કેવી રીતે ખોલશો સુકન્યા સમૃદ્ધિ ખાતું ?  (Sukanya Samriddhi Yojana Registration)

સુકન્યા સમૃદ્ધિ ખાતું  (Sukanya Samriddhi Account) પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બેંકોમાં ખોલાવી શકાય છે. જરૂરી માહિતી સાથે અહીં અરજી ફોર્મ ભરો. તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડો. રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ડિપોઝિટ ચૂકવો. હવે તમારી અરજી અને ચુકવણી બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. છેલ્લે, તેની પ્રક્રિયા પછી, તમારું સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું સક્રિય થઈ જશે. તમને આ ખાતાની પાસબુક પણ આપવામાં આવશે.

આ પણ  વાંચો : Covid 19: દેશના આ રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે 'ઓમિક્રોન'નો સબ-વેરિઅન્ટ, કેન્દ્રએ આપી સલાહ...

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ઘણા ફાયદા  -  (Sukanya Samriddhi Yojana Benefits)

તમે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં ખોલવાની તારીખથી 14 વર્ષ સુધી જ પૈસા જમા કરાવી શકો છો. જ્યારે પુત્રી 21 વર્ષની થાય ત્યારે આ એકાઉન્ટ મેચ્યોર થાય છે. સ્કીમના નિયમો અનુસાર, જ્યારે પુત્રી 18 વર્ષની થાય છે, ત્યારે અડધા પૈસા ઉપાડી શકાય છે. જ્યારે બાળકી 21 વર્ષની થાય છે, ત્યારે ખાતું બંધ કરી દેવામાં આવે છે, અને સમગ્ર ડિપોઝિટ માતાપિતા અથવા તેના પેરેન્ટ્સને જાય છે. તમે આ ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા, અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જેટલા  જમા કરાવી શકો છો.
First published:

Tags: Central goverment help, Sukanya samriddhi yojana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો