ખુશખબર! આગામી વર્ષે ભારતીયોને આટલો બધો પગાર વધારો મળશે

News18 Gujarati
Updated: December 2, 2019, 5:53 PM IST
ખુશખબર! આગામી વર્ષે ભારતીયોને આટલો બધો પગાર વધારો મળશે
પ્રતિકાત્મક તસવીર

કૉર્ન ફેરી ગ્લોબલ સેલરી ફોરકાસ્ટ પ્રમાણે આગામી વર્ષ ભારતમાં કર્મચારીઓની સેલરી સામાન્ય 9.2 ટકા વધી શખે છે. પરંતુ વધતી મોંઘવારીના હિસાબથી જોઈએ તો આ વધારો અડધો જ રહી જશે.

  • Share this:
નવી દિલ્હીઃ તાજેતરમાં લગાવેલા એક અનુમાનથી જાણવા મળ્યું છે કે, ભારતમાં કર્મચારીઓના (Employees in India) પગારમાં (Salary Hike)9.2 ટકા સુધી વધારોથઈ શકે છે. બધા એશિયાઈ દેશોની તુલનામાં ભારતમાં આ વધારો સૌથી વધારે છે. વધતી મોંઘવારી આ ખુશીને ઓછી કરવાનું કામ કરી શકે છે. કૉર્ન ફેરી ગ્લોબલમાં પોતાના સેલેરી ફોરકાસ્ટમાં આ વાત કહી છે.

આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી વર્ષમાં 9.2 ટકાની વૃદ્ધિ બાદ ભારતીય કર્મચારીઓનો વાસ્તવિક તરીકે 5 ટકા જ વધારના લાભ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વધારામાં મોંઘવારી દર એડજસ્ટ કર્યાબાદ વાસ્તવિક વધારાનો લાભ મળી શકે છે.

આ પણ વાંચોઃ-beauty tips: ઘરે જ બનાવો સંતારાનો ફેસપેક, જે ચહેરાની કરચલીઓને કરશે છૂ

કૉર્ન ફેરી ગ્લોબલ સેલરી ફોરકાસ્ટ પ્રમાણે આગામી વર્ષ ભારતમાં કર્મચારીઓની સેલરી સામાન્ય 9.2 ટકા વધી શખે છે. પરંતુ વધતી મોંઘવારીના હિસાબથી જોઈએ તો આ વધારો અડધો જ રહી જશે. આ સાથે આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બધા એશિયાઈ દેશોમાં (Asian countries) ભારત સૌથી વધારે વેતન વૃદ્ધિવાળા દેશમાં ઉભર્યો છે.

આ પણ વાંચોઃ-દરરોજ સવારે 4 પલાળેલી બદામનો નુસખો તમને બનાવશે ફિટ એન્ડ ફાઇન

વૈશ્વિક સ્તર ઉપર માત્ર 2.1 ટકા જ ફાયદોઆ અનુમાન પ્રમાણે વૈશ્વિક સ્તર ઉપર 2020 દરમિયાન 4.9 ટકા સેલેરીમાં વૃદ્ધિ થશે. જ્યારે 2.8 ટકાની અનુમાનિત મોંઘવારી દર પછી વાસ્તવિક વેતન વૃદ્ધિ 2.1 ટકા રહેશે. એશિયાની વાત કરીએ તો આ દરમિયાન સૌથી વધારે સેલેરી ગ્રોથ 5.3 ટકા રહેવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ-રૂ.14,000ની LED TV માત્ર રૂ.7,499માં ખરીદવાની તક, ત્રણ દિવસ બાકી

કૉર્ન ફેરી ઇન્ડિયાના અસોસિએટ ક્લાઈન્ટ પાર્ટનર રુપક ચૌધરીએ કહ્યું હતું કે, 'ભારતમાં 2020માં સરેરાશ સેલેરી ગ્રોથ 9.2 ટકા રહેવાનું અનુમાન છે. લો ઇન્ફ્લેશનની સાથે અસલ સેલરી ગ્રોથ 5.1 ટકા રહેશે. જે વિશ્વમાં સૌથી વધારે સેલેરી ગ્રોથમાં સામેલ થશે.'

અન્ય એશિયાઈ દેશોમાં કેટલો વધશે પગાર
અન્ય એશિયાઈ દેશોની વાત કરીએ તો ઇન્ડોનેશિયા માટે આ પગાર ગ્રોથ સરેરાશ 8.1 ટકા, મલેશિયા, ચીન અને કોરિયા માટે ક્રમશઃ 5% , 6% અને 4.1 ટકા રહેવાનું અનુમાન છે. જાપાનમાં આ દર સૌથી ઓછો બે ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે 3.9 ટકાના સરેરાશ સાથે તાઈવાનનો નંબર જાપાન પછી આવે છે.
First published: December 2, 2019, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading