Home /News /business /

ખુશખબર! આ મહિને LPG Cylinder સસ્તામાં ખરીદવાની તક, થઈ શકે છે 800 રૂપિયા સુધીનો લાભ

ખુશખબર! આ મહિને LPG Cylinder સસ્તામાં ખરીદવાની તક, થઈ શકે છે 800 રૂપિયા સુધીનો લાભ

LPG-Cylinder- મોટી બચતનો લાભ આપી રહ્યું છે પે-ટીએમ. બચી શકે છે પૈસા

LPG Gas Cylinder: ગ્રાહકો માટે આ સારી ઓફર છે. આ મહિને તમે તમારા સિલિન્ડરના ખર્ચમાંથી ઘણી બચત કરી શકો છો.

    નવી દિલ્હી : રસોઈ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની જેમ સિલિન્ડરના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ મહિને તમે સિલિન્ડરના ખર્ચમાં મોટી બચત કરી શકો છો. તમે આ ઑફરનો લાભ મેળવીને રૂપિયા 800 સુધીની બચત કરી શકો છો. જોકે, તમામ વપરાશકર્તાઓને આટલી બચતનો લાભ મળે તે જરૂરી નથી.

    હવે પેટીએમ (Paytm) દ્વારા એલપીજી સિલિન્ડર (LPG Gas Cylinder)નું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ગ્રાહકો માટે બમ્પર ઑફર મૂકવામાં આવી છે. આ ઑફરમાં ગ્રાહકો રૂપિયા 815 સુધીની છૂટ મેળવી શકે છે. એટલે કે જો તમને તમામ 800 રૂપિયા સુધીનું કેશબેક મળે તો આ સિલિન્ડર ફક્ત રૂપિયા 15ના ભાવે પડશે.



    આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

    આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યા BJPની નગરસેવિકાના પતિએ કરાવી, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

    ભારત પેટ્રોલિયમ દ્વારા પણ આ અંગે એક ટ્વીટ કરી અને ઑફર વિશે માહિતી આપવામાં આવી છે. પેટીએમ દ્વારા પ્રી બૂક કરો તો તમને ઑફરનો લાભ મળી શકે છે. તમે પીટએમ દ્વારા નીચે જણાવેલા સ્ટેપ્સ મુજબ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો.

    Step-1: પેટીએમ એપ ઓપન કરો, ન હોય તો ડાઉલોડ કરો
    Step-2: એપને ઓપન કરો
    Step-3: ત્યારબાજ રિચાર્જ અને પે બીલ્સ - 'recharge and pay bills' ઑપ્શન ખોલો
    Step-4: હવે બૂક સિલિન્ડર 'book a cylinder' પર ક્લિક કરો
    Step-5: હવે ભારતગેસ પ્રોવાઇડર પસંદ કરો
    Step-6: હવે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા એલપીજી આઈડી નોંધો
    Step-7:ત્યારબાદ QR Code સ્કેન કરો અને ઓફરનો લાભ મેળવો
    Published by:Jay Mishra
    First published:

    Tags: 800 rupees cash back on Gadh cylinder, Business news, HP Gas cylinder offer, Latest News, Lpg gas cylinder cashback offer, LPG Gas Cylinder offers on paytm, એલપીજી, ઓફર, કેશબેક, ગુજરાતી ન્યૂઝ, ગુજરાતી સમાચાર, ગેસ સિલિન્ડર, પે-ટીએમ, બિઝનેસ ન્યૂઝ, વ્યાપાર સમાચાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन