નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે 1 એપ્રિલથી કેશ ઈક્વિટી અને ફ્યૂચર એન્ડ ઓપ્શન સેગમેન્ટના ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 6 ટકાના વધારાને પરત લેવાનો નિર્ણય લીધો છે. વધારાના ચાર્જ 1 જાન્યુઆરી, 2021થી લાગૂ કરવામાં આવ્યા હતા. તે સમયે બજારની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કોર્પસને આંશિક રૂપથી વધારવા માટે NSE દ્વારા ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. એનએસઈની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં વધારાને પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
1 મે, 2023થી લાગૂ થશે સેબીનો પરિપત્ર
આ પહેલા સેબીએ કહ્યું હતું કે, મ્યુચ્યુઅલ પંડમાં રોકાણ માટે ઉપયોગ કરવામાં આવતા ડિજિટલ વોલેટ્સ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ‘તમારા ગ્રાહકને જાણો’(KYC)ને અનુરુપ હોવા જોઈએ. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેના પરિપત્રમાં કહ્યું કે, આ જોગવાઈને 1 મે, 2023થી લાગુ કરવામાં આવશે. જો તમારા ડિજિટલ વોલેટનું હજુ સુધી કેવાયસી થયું નથી, તો વહેલી તકે આ કામ પતાવી લો.
જાણકારી અનુસાર, સેબીએ 8 મે, 2017ના રોજ યુવા રોકાણકારોને ધ્યાનમાં રાખતા નિયમોમાં છૂટ આપી હતી. સેબીની તરફથી જારી એક પરિપત્રના અનુસાર, યુવા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં 50,000 રૂપિયા સુધી ઈ-વોલેટ દ્વારા રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પગલું મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને સેવિંગને મૂડી બજારમાં લાવવાના પ્રયત્નોના ભાગરૂપે હતું. આ ફેરફાર પછી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો અંકડો ઝડપથી વધી રહ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર