Home /News /business /ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા; આ રીતે ચેક કરો સ્ટેટસ

ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા; આ રીતે ચેક કરો સ્ટેટસ

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ લાભા્થી ખેડૂતોને આ તારીખે મળશે 2000 રૂપિયા

PM Kisan: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM Kisan) યોજના હેઠળ મળતા 12માં હપ્તાના લાભાર્થી ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 30 સપ્ટેમ્બરના 2022ના રોજ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 2,000નો હપ્તો જમા કરવામાં આવશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ દેશના જરૂરિયાતમંદ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ લાભપાત્ર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જે સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.


ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા


પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM Kisan) યોજના હેઠળ મળતા 12માં હપ્તાના લાભાર્થી ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 30 સપ્ટેમ્બરના 2022ના રોજ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 2,000નો હપ્તો જમા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ iPhone 14 : Apple ભારતમાં જ શરૂ કરી શકે છે ઉત્પાદન, શું આઇફોન થશે સસ્તાં?

30 સપ્ટેમ્બરના રોજ મળશે 12મો હપ્તો


સરકાર 30 સપ્ટેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ 1 એપ્રિલથી 31 જુલાઈ દરમિયાન પહેલો હપ્તો આપવામાં આવે છે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીમાં બીજો હપ્તો આપવામાં આવે છે. 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં ત્રીજો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીની ટાઈમલાઈન અનુસાર 11 હપ્તા સુધીના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 31 મેના રોજ જાહેર કરાયેલ પીએમ કિસાન યોજનાના 11મા હપ્તા હેઠળ 10,73,70,638 ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ PSU Equity Funds: કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

આ રીતે ચેક કરો સ્ટેટસ


• સૌથી પહેલા પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
• આ વેબસાઈટ પર જમણી બાજુ farmers cornersનો વિકલ્પ જોવા મળશે.
• જ્યાં લાભાર્થી સ્ટેટસ (beneficiary status)ના ઓપ્શન પર ક્લિક કરો. આ ઓપ્શન પર ક્લિક કરતા એક નવુ પેજ ઓપન થશે.
• નવા પેજ પર આધાર નંબર, બેન્ક ખાતા નંબર અથવા મોબાઈલ નંબર આ ત્રણમાંથી કોઈ એક ઓપ્શન પર ક્લિક કરો. આ ત્રણ નંબરની મદદથી તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે કે નહીં તે ચેક કરી શકાશે.
• કોઈપણ ઓપ્શન પર ક્લિક કરીને નંબર એન્ટર કરો. ત્યાર બાદ ગેટ ડેટા (Get Data) પર ક્લિક કરો.
• આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને તમામ ટ્રાન્ઝેક્શનની જાણકારી મળી રહેશે. તમારા ખાતામાં કઈ તારીખે કયો હપ્તો જમા થયો છે અને કયા બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો છે, તેની જાણકારી મળી રહેશે. પૈસા જમા નહીં થયા હોય તો શા માટે પૈસા જમા નથી થયા તેનું કારણ પણ જાણવા મળશે.

Published by:Sahil Vaniya
First published:

Tags: Business news, Farmers News, PM Kisan Samman Nidhi Scheme

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन