Home /News /business /SBIએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કર્યો, જાણો નવા વ્યાજ દર

SBIએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કર્યો, જાણો નવા વ્યાજ દર

નવી દિલ્હીઃ જો તમારું ખાતુ પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે અને ખાતામાંથી 206.50 રૂપિયા કપાયા છે, તો તમે એકમાત્ર એવા વ્યક્તિ નથી, જેના ખાતામાંથી આ રકમ કાપવામાં આવી છે. આવું ઘણા ગ્રાહકો સાથે થયું છે. વાસ્તવમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિવિધ ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ રાખનારા ગ્રાહકોના ખાતામાંથી 147, 206.5 કે 295 રૂપિયા કાપે છે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ખુશીના સમાચાર આપ્યા છે. બેન્કે તેની ફિક્સ્ડ ડિપોઝિટી એટલે કે એફડી પરના વ્યાજ દરોમાં 20 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કર્યો છે. નવા વ્યાજ દરો બે કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર લાગુ થશે. બેન્કની વેબસાઈટના જણાવ્યા મુજબ વધેલા દરો 15 ઓક્ટોબર 2022થી લાગુ થશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • New Delhi | New Delhi
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ખુશીના સમાચાર આપ્યા છે. બેન્કે તેની ફિક્સ્ડ ડિપોઝિટી એટલે કે એફડી પરના વ્યાજ દરોમાં 20 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કર્યો છે. નવા વ્યાજ દરો બે કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર લાગુ થશે. બેન્કની વેબસાઈટના જણાવ્યા મુજબ વધેલા દરો 15 ઓક્ટોબર 2022થી લાગુ થશે. બેન્કે બે મહિના પછી રિટેલ ટર્મ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. એફડીના વ્યાજ દરમાં 10થી 20 બેસીસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈ 7 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થનારી FD રજૂ કરી છે. જેમાં સામાન્ય માણસો માટે 3.00%થી 5.85% અને વરિષ્ઠ નાગરિકો માટે 3.50% અને 6.65%ના દરથી વ્યાજ અપાઈ રહ્યું છે.

જાણો બેન્કના નવા વ્યાજ દરો

- એસબીઆઈએ 7 દિવસથી 45 દિવસના ગાળા માટેની એફડી પરનું વ્યાજ 2.90 ટકાથી વધારીને 3 ટકા કર્યું છે.
- આ જ રીતે 46 દિવસથી 179 દિવસના સમયગાળા માટેની એફડી પરનું વ્યાજ 5 ટકા કરવામાં આવ્યું છે. જે અગાઉ 3.90 ટકા હતું.
- 180થી 210 દિવસના સમય માટે વ્યાજ 4.55 ટકાથી વધારીને 4.65 ટકા કરવામાં આવ્યું છે.
- બેન્કે 211 દિવસથી એક વર્ષથી ઓછા સમયની એફડી પરનું વ્યાજ 4.70 ટકા કર્યું છે. અગાઉ તે 4.60 ટકા જ હતું.
- આ રીતે 1 વર્ષ અને 2 વર્ષથી ઓછા સમય માટેની એફડી પરનું વ્યાજ 5.45 ટકાથી વધારીને 5.60 ટકા કર્યું છે.
- 2 વર્ષ અને 3 વર્ષથી ઓછા સમય માટેની એફડી પર હવે 5.50 ટકાની જગ્યાએ 5.65 ટકા વ્યાજ મળશે.
- 3 વર્ષ અને 5 વર્ષથી ઓછા સમયની એફડી પર હવે 5.60 ટકાથી જગ્યાએ 5.80 ટકા વ્યાજ મળશે.
- 5 વર્ષથી 10 વર્ષ સુધીના સમયની એફડી પર હવે 5.65 ટકાની જગ્યાએ 5.85 ટકા વ્યાજ મળશે.

આ પણ વાંચોઃ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસના શેર્સથી દૂર રહેવું? આ ક્ષેત્રોમાં તેજી બાબતે એક્સપર્ટનું કહેવું છે કંઈક આવું

સિનિયર સિટિઝન માટે એફડી પરના વ્યાજ દર

બેન્કની સાથે જ સિનિયર સિટિઝન એફડી પરના વ્યાજ દરમાં પણ 10થી 20 બીપીએસનો વધારો કરવામાં આવ્યો છે. હવે 3.35 ટકાથી 6.65 ટકા સુધીનું વ્યાજ મળશે.

એસબીઆઈ વીકેયર ડિપોઝિટ

એસબીઆઈ તેની વીકેર સિનિયર સિટિઝનની ટર્મ ડિપોઝીટની સ્કીમન વેલિડિટી આગામી 31 માર્ચ 2023 સુધી વધારશે. વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયની ડિપોઝીટ પર 30 બેસિસ પોઈન્ટનું વધારાનું પ્રીમિયમ ઈન્ટરસ્ટ મળે છે. પાંચ વર્ષથી ઓછાની રિટેલ ટર્મ ડિપોઝીટ પર સામાન્ય નાગરિકોની સરખામણીમાં 0.50 ટકા વધુ વ્યાજ મળશે. જ્યારે પાંચ વર્ષથી વધુની રિટેલ ટર્મ ડિપોઝીટ પર સામાન્ય નાગરિકોની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને 0.80 ટકા (0.50 +0.30) વધુ વ્યાજ મળશે.
First published:

Tags: Interest Rate, PF interest rate, State bank of india