Home /News /business /

ઘરે બેસી એક કોલ પર ટ્રેન ટિકિટ થઈ શકે છે કેન્સલ, જાણો - પ્રોસેસ

ઘરે બેસી એક કોલ પર ટ્રેન ટિકિટ થઈ શકે છે કેન્સલ, જાણો - પ્રોસેસ

રેલવેએ પોતાની સેવાઓને વધારવા માટે ટેક્નોલોજીનો સહારો લઈ કેટલીક નવી સર્વિસ આપવાનું શરૂ કર્યું છે

તમને ખબર છે ફોન કરી યાત્રી હવે ટેક્સી પણ બુક કરાવી શકે છે, સાથે પોતાનો સામાન ઉચકવા માટે કુલી પણ બોલાવી શકે છે.

    રેલવે યાત્રિઓને સારી સુવિધા આપવા માટે ઘણા મોટા પ્રયાસ થઈ રહ્યા છે. રેલવેએ પોતાની સેવાઓને વધારવા માટે ટેક્નોલોજીનો સહારો લઈ કેટલીક નવી સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હશે. રેલવેની ટિકિટ બુક કરાવવા માટે હવે યાત્રિએ લાંબી લાઈનમાં નથી ઉભુ રહેવું પડતુ. એજ રીતે રેલવેએ કેન્સલેશનના નિયમોને પણ સરળ બનાવ્યા છે. હવે માત્ર એક કોલ કરી તમે તમારી રેલવે ટિકિટ રદ્દ કરાવી શકો છો. તો જાણએ તેની પ્રોસેસ.

    પૂરી ટિકિટ કેન્સલ કરાવવી હોય તો
    - તમારે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 139 નંબર પર કોલ કરવો પડશે. કોલ કર્યા બાદ તમારે 10 આંકડાનો પીએનઆર નંબર જણાવવો પડશે. કોલ એજ મોબાઈલ નંબરથી કરવો જે નંબર તમે ટિકિટ ખરીદતા સમયે ફોર્મમાં ભર્યો હોય.

    - ત્યારબાદ તમારા મોબાઈલ નંબર એક વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) આવશે, જેની જાણકારી ફોન પર આપવી પડશે. ત્યારબાદ ટિકિટ કેન્સલ થઈ જશે. તમારે રિફંડ લેવા માટે કાઉન્ટર પર જવું પડશે અને ઓટિપી બતાવી તમે પૈસા પાછા લઈ શકશો.

    139 નંબર પર અન્ય કઈ સુવિધા મળે છે?
    139 પર ફોન અથવા મેસેજ કરી ટ્રેનના આવવા-જવાનો ટાઈમીંગ, ટ્રેનના નામ અને નંબર વિશે, પોતાના પીએનઆર સ્ટેટસ વિશે, વ્યવસ્થાની સુવિધા વિશે, ભાડા વિશે જાણકારી લઈ શકો છો. રેલવેએ આ નંબર પર ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સની સુવિધા પણ આપી છે. આના પર ફોન કરી યાત્રી હવે ટેક્સી પણ બુક કરાવી શકે છે, સાથે પોતાનો સામાન ઉચકવા માટે કુલી પણ બોલાવી શકે છે.

    કેટલાક યાત્રિકોના ટિકિટ કેન્સલ કરાવવા હોય તો
    - તેના માટે તમારે 139 નંબર પર કોલ કરવો પડશે અને પીએનઆર નંબરની જાણકારી આપવી પડશે. ટિકિટ લેતા સમયે તમે જે મોબાઈલ નંબર નોંધ્યો હોય તેની જાણકારી કન્ફોર્મ કરવામાં આવશે. ત્યારબાદ તમારે તમામ યાત્રિઓનો ક્રમ બતાવવો પડશે, જેમની ટિકિટ કેન્સલ કરાવવી છે.

    આ જાણકારી આપ્યા બાદ તમારી પાસે ઓટીપી આવશે, જેની જાણકારી તમારે આપવી પડશે. ત્યારબાદ તે યાત્રિકોની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવશે. પાસવર્ડની જાણકારી આપી તમે તમારૂ રિફંડ કાઉન્ટર પરથી થોડા દિવસ બાદ પમ લઈ શકો છો.
    Published by:kiran mehta
    First published:

    Tags: ગૂડ ન્યૂઝ, ભારતીય રેલવે

    આગામી સમાચાર