નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના માધ્યમથી વેતન સબસિડી યોજનાના સમયગાળામાં 9 મહિનાનો વધારો કર્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે પ્રેસ કોન્ફરસમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના(Atmanirbhar bharat scheme) ને 31 માર્ચ 2022 સુધી વધારવાનું એલાન કર્યું હતું. સરકારના આ નિર્ણયથી નવા કર્મચારીઓના ટેક હોમ વેતનમાં પણ વૃદ્ધિ થશે.
આ યોજનાનો લાભ તમને કેવી રીતે મળશે?
આ યોજનાનો હેતુ નવા કર્મચારીઓને લાભ આપવાનો તથા નિયોક્તાઓ અને કર્મચારીઓના એમ્પ્લોયી પ્રોવિડંટ ફંડ એકાઉન્ટ (PF)માં યોગદાન આપીને મદદ કરવાનો છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના(Atmanirbhar bharat scheme) 30 જૂન 2021 સુધી નવા નામાંકન માટે સમાપ્ત થઈ રહી હતી, હવે 31 માર્ચ 2022 સુધી આ યોજનાનો લાભ મળશે. 1 ઓક્ટોબર 2020 અને 31 માર્ચની વચ્ચે જે કર્મચારીઓ શામેલ થયા છે અથવા થઈ રહ્યા છે અને તેમનો પગાર પ્રતિ માસ રૂ. 15,000 કે તેથી વધુ છે, તેમને 2022 સુધી સરકાર તરફથી EPF સબસિડી મળશે.
12 ટકા પ્રોવિડન્ટ ફંડ (PF) કર્મચારીના પગારમાંથી અને અન્ય રકમ સરકાર આપશે. કોરોના મહામારીને કારણે જે લોકોની 1 માર્ચ 2020 બાદ નોકરી જતી રહી છે અને ત્યારબાદ તેમને નોકરી મળી ગઈ છે, તે લોકોને તથા નવા કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મળશે.
નિયમો
આ યોજના હેઠળ ભારત સરકારે 1 ઓક્ટોબર 2020 બાદ અને 30 જૂન 2021 સુધી નવા કર્મચારીઓ મામલે બે વર્ષની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમનો લાભ 31 માર્ચ 2022 સુધી મળશે. કર્મચારીઓના માસિક વેતનમાંથી 12 ટકા, જેમાં મંથલી બેઝિક પે, ડિઅરનેસ અલાઉન્સ અને રિટેનિંગ એલાઉન્સ પણ શામેલ છે.
કેન્દ્ર સરકારે કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના હિતમાં નિર્ણય કર્યો છે. જો તમે આ યોજનાનો લાભ લીધો નથી તો તમે 31 માર્ચ 2022 સુધીમાં આ યોજનાનો લાભ લઈ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર