LPG ગેસનો ઉપયોગ કરતા લોકો માટે સારા સમાચાર, IOCLએ શરુ કરી આ 4 ખાસ સુવિધા

પ્રતિકાત્ક તસવીર

ઈન્ડિયન ઓઈલે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. કંપનીએ ટ્વિટમાં જણાવ્યું કે, આ વર્ષે 4 નવી સર્વિસ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરાઈ છે.

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓઈલે (IOCL) તેમના ગ્રાહકો માટે 4 વિશેષ પ્રકારની સુવિધા શરૂ કરી છે. આ સુવિધાથી તમે સરળતાથી રસોઈના કામકાજ કરી શકશો. જો તમે પણ ઈન્ડિયન ઓઈલના (Indian oil) ગ્રાહક છો તો તમે સરળતાથી આ સુવિધાનો ફાયદો મેળવી શકો છો. ઈન્ડિયન ઓઈલે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. અહીં તે તમામ સુવિધાની જાણકારી આપવામાં આવી છે.

IOCLએ કર્યું ટ્વિટ
ઈન્ડિયન ઓઈલે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. કંપનીએ ટ્વિટમાં જણાવ્યું કે, આ વર્ષે 4 નવી સર્વિસ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરાઈ છે.

- ઇન્ડિયન એક્સ્ટ્રા તેજ
- મિસ્ડકોલથી ગેસ બુકિંગની સુવિધા
- 5 કિલોગ્રામ (kg)નો નાનો સિલિન્ડર
- કોમ્બો 14.4 કિલોગ્રામ (kg) અને 5 કિલોગ્રામ (kg)નો સિલિન્ડર લઈ શકો છો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

ઇન્ડિયન એક્સ્ટ્રા તેજ
કંપનીએ જાણકારી આપતા કહ્યું છે કે ગ્રાહકોને હવે ઇન્ડિયન એક્સ્ટ્રા તેજ સિલિન્ડરનો લાભ મળશે. આ સિલિન્ડર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે, જેથી ગ્રાહકોને LPGની ઉચ્ચ ક્વોલિટીનો લાભ મળશે. LPGની ઉચ્ચ ક્વોલિટીના કારણે જમવાનું જલ્દીથી બને છે અને સમયની બચત થાય છે તથા જમવાનું પણ સારી ગુણવત્તાયુક્ત બને છે.

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

મિસ્ડ કોલથી ગેસ બુકિંગની સુવિધા
IOCLએ કોરોનાના સમયમાં ગ્રાહકોને મિસ્ડકોલથી ગેસ સિલિન્ડર બુકિંગની સુવિધા આપી છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. ઇન્ડિયન ઓઈલે કહ્યું કે આ સુવિધાથી વૃદ્ધ લોકો અને તે લોકોને રાહત મળશે, જે લોકો IVRS પ્રણાલીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

LPG ગ્રાહક સિલિન્ડર ભરવા માટે દેશની કોઈપણ જગ્યા પરથી 8454955555 નંબર પર મિસ્ડ કોલ કરીને બુકિંગ કરાવી શકે છે. કંપનીએ કહ્યું કે મિસ્ડ કોલ કરવાથી જે સમય લાગે છે, તે સમયની પણ બચત થશે. ગ્રાહકોએ કોલ માટે કોઈ ચાર્જ ચૂકવવાનો પણ નહીં રહે.

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

કોમ્બો સિલિન્ડર
કંપનીએ ગ્રાહકો માટે કોમ્બો સિલિન્ડરની પણ રજૂઆત કરી છે. જેમાં ગ્રાહકોને 14.4 કિલોગ્રામ (kg) અને 5 કિલોગ્રામ (kg)નો સિલિન્ડરનો પણ લાભ મળશે.



5 કિલોગ્રામ (kg) વાળો છોટુ સિલિન્ડર
જે લોકોના ઘરમાં ગેસની વધુ જરૂરિયાત રહેતી નથી અથવા જે લોકો એકલા રહે છે તેમના માટે છોટુ સિલિન્ડરની સુવિધા ઊભી કરવામાં આવી છે. 5 કિલોગ્રામ (kg)નો આ સિલિન્ડર ઇન્ડિયન ઓઈલની એજન્સી અથવા કંપનીના પેટ્રોલ પંપ પરથી મેળવી શકો છો.
First published: