Home /News /business /

Good News! તમારું લઘુતમ પેન્શન વધીને થઈ શકે છે 9,000 રૂપિયા, જાણો વિગત

Good News! તમારું લઘુતમ પેન્શન વધીને થઈ શકે છે 9,000 રૂપિયા, જાણો વિગત

લઘુતમ પેન્શન (પ્રતીકાત્મક તસવીર)

Minimum monthly pension: માર્ચ, 2021માં પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટિએ ભલામણ કરીને લઘુતમ પેન્શનને એક હજાર રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવાનું જમાવ્યું હતું. જોકે, પેન્શનધારકો એવી માંગણી કરી રહ્યા છે કે પેન્શનની લઘુતમ રકમ વધારીને 9,000 રૂપિયા કરવી જોઈએ.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (Employees' Provident Fund Organisation- EPFO) પોતાના સબ્સક્રાઇબર્સ માટે મોટા પ્લાન સાથે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી દિવસોમાં પીએફ ખાતાધારકોના લઘુતમ પેન્શનની રકમ (Minimum monthly pension)માં વધારો કરવામાં આવી શકે છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં દેશના શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry of Labour and Employment)ની એક બેઠક મળી રહી છે. આ બેઠક દરમિયાન આવો નિર્ણય લેવામાં આવી શકે છે.

    બેઠકનો એજન્ડા

    મળતી માહિતી પ્રમાણે આ બેઠક દરમિયાન એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (Employees Pension scheme) અથવા EPS બેઠળ મળતા લઘુતમ પેન્શનને વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે. ચર્ચાનો મુદ્દો એવો રહેશે કે ઈપીએસ હેઠળ કેવી રીતે પેન્શનની લઘુતમ રકમ 1,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરી શકાય. પેન્શનધારકો ઘણા લાંબા સમયથી આ અંગેની માગણી કરી રહ્યા છે. આ મામલે પહેલા પણ અનેક વખત ચર્ચા થઈ ચૂકી છે.

    પાર્લામેન્ટની કમિટિની ભલામણ

    અગાઉ પર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટિએ આ મામલે અમુક ભલામણો કરી હતી. આ ભલામણોને ધ્યાનમાં રાખીને પેન્શન અંગે નિર્ણય કરવામાં આવશે. આ બેઠક દરમિયાન બે મહત્ત્વના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાંથી એક મુદ્દે ન્યૂ વેઝ કોડને લાગૂ કરવાનો અંગે રહેશે, જ્યારે બીજો મુદ્દો ઈપીએસ હેઠળ લઘુતમ પેન્શન નક્કી કરવાનો છે.

    સમિતિની ભલામણ

    માર્ચ, 2021માં પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટિએ ભલામણ કરીને લઘુતમ પેન્શનને એક હજાર રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવાનું જણાવ્યું હતું. જોકે, પેન્શનધારકો એવી માંગણી કરી રહ્યા છે કે પેન્શનની લઘુતમ રકમ વધારીને 9,000 રૂપિયા કરવી જોઈએ. જો આવું થશે તો જ પેન્શનધારકોને સાચો ન્યાય મળ્યો કહેવાશે.

    પેન્શન અંગે એક ભલામણ એવી પણ છે કે પેન્શનની રકમ વ્યક્તિની નિવૃત્તિ વખતે મળતા પગારને ધ્યાનમાં રાખીને નક્કી કરવી જોઈએ. એટલે કે નિવૃત્તિ વખતે વ્યક્તિને મહિનાનો કેટલો પગાર મળતો હતો તેના આધારે પેન્શન નક્કી થવું જોઈએ. શ્રમ અને રોજગાર મંત્રાલયની બેઠક દરમિયાન આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

    આ પણ વાંચો:  શું તમે તમારો UAN નંબર ભૂલી ગયો છો? આ સરળ સ્ટેપ્સ દ્વારા ઘરે બેઠા જ જાણો

    મોદી સરકારે 24 કરોડ લોકોના ખાતામાં જમા કરી રક

    મોદી સરકારે ફરી 24.07 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કર્યાં છે. EPFO તરફથી અત્યારસુધી 24.07 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. EPFO તરફથી તેના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, અત્યારસુધી 24.07 કરોડ લોકોના ખાતામાં નાણાકીય વર્ષ 2020-2021માં 8.50 ટકા લેખે પીએફનું વ્યાજ (PF interest) જમા કરવામાં આવ્યું છે. તમે પણ તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તેની તપાસ કરી લો. જો તમારા ખાતામાં પૈસા જમા (PF interest credit) નથી થયા તો તમે આ અંગેની ફરિયાદ કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Epfo, Pension, Personal finance, PF, સરકાર

    આગામી સમાચાર