Senior Citizens માટે આવશે મોટી ખુશ ખબર, મોદી સરકાર લઇ શકે છે આ મહત્વનો નિર્ણય

Senior Citizens માટે આવશે મોટી ખુશ ખબર, મોદી સરકાર લઇ શકે છે આ મહત્વનો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

  • Share this:

નવી દિલ્લી:  કેન્દ્ર સરકાર બુઝુર્ગો માટે ખાસ યોજના તૈયાર કરવા જઈ રહી છે. જો સરકાર આ જાહેરાત કરે છે તો તમે 70 વર્ષે પણ પેંશન મેળવવા માટે એલિજેબલ ગણાશો. એટલે કે નેશનલ પેંશન સ્કીમમાં 70 વર્ષના સિનિયર સીટીઝન પણ ખાતું ખોલાવી શકશે. જેથી ઘડપણમાં પણ પૈસાની ચિંતા નહીં રહે.



જાણો શું છે પ્લાન

પેંશન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સરકારને પ્રસ્તાવ મોકલીને અનુમતિ માંગી છે. નિયામકે કહ્યું છે કે NPS એકાઉન્ટ ખોલવા માટે અધિકતમ ઉંમરની સીમા 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરી દેવામાં આવે. પ્રસ્તાવમાં એનો પણ સમાવેશ કરાયો છે કે જો કોઈ વ્યક્તિ 60 વર્ષની ઉંમર બાદ NPS સાથે જોડાય છે તો 75 વર્ષની ઉંમર સુધી ખાતું ખોલવા અને રિટર્ન મેળવવાની મંજૂરી પણ આપવામાં આવે.

શું કહે છે જાણકારો?

PFRDAના ચેરમેન સુપ્રતીમ બંદોપાધ્યાયનું કહેવું છે કે, ગત 3.5 વર્ષોમાં 60 વર્ષથી વધુની ઉંમરના 15 હજાર લોકોએ NPS એકાઉન્ટ ખોલાવ્યું છે. જેથી આ યોજનામાં જોડાવવાની અધિકતમ ઉંમર સીમા 5 વર્ષ વધારવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

જાણો, NPSની પેંશન ઉંમર

NPSમાં 60 વર્ષની ઉંમર સુધી રકમ જમા થતા પેંશન નક્કી હોય છે. જ્યારે APYમાં પેંશન 1000થી 5000 રૂપિયા વચ્ચે નક્કી હોય છે. પેંશન કેટલી થશે તે તમારી દર મહિને જમા થતી રકમ પર નિર્ભર હોય છે.
Published by:News18 Gujarati
First published:April 17, 2021, 19:32 pm

ટૉપ ન્યૂઝ