Moonlighting: કંપનીના સીઈઓ સલિલ પારેખે કહ્યુ કે, તેઓએ કંપનીની અંદર એક્સેલરેટ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં લોકો પોતાની મેઇન જોબની સાથે અન્ય પાર્ટ ટાઇમ જોબ્સ પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે લગભગ 4000 લોકો આ યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ છેલ્લા 12 મહિનામાં એકસાથે બે જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓ પર ઇન્ફોસિસે (Infosys) કડક પગલા ભર્યા છે અને અને કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. કંપનીના સીઇઓ સલિલ પારેખે ગુરૂવારે 13 ઓક્ટોબરે સપ્ટેમ્બરના ત્રિમાસિક નાણાંકીય પરીણામો જાહેર કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું કે, “જો કર્મચારીઓ ખુલેઆમ એકસાથે બે કંપનીઓમાં કામ કરી રહ્યા છે અને તે પ્રાઇવસીનો મુદ્દો છે તો અમારે તેમને કંપનીમાંથી છૂટા કરવા પડશે.” પારેખે જણાવ્યું કે, કંપની એકસાથે બે જગ્યાએ નોકરી કરવા પર સમર્થન કરતી નથી.
મેનેજરની અનુમતિ બાદ સાઈડ પ્રોજેક્ટ કરવામાં મંજૂરી મળશે
કર્મચારીઓના પાર્ટ-ટાઇમમાં કંપનીની બહાર નાના-મોટા કામ કરવા અંગે તેમણે જણાવ્યું કે, “અમે કર્મચારીઓની કામથી અલગ વસ્તુઓ શીખવાની તેમની મહત્વકાંક્ષાને સમજીએ છીએ.” કંપની એવા કર્મચારીઓને સપોર્ટ કરશે જે, પોતાના મેનેજર પાસેથી અગાઉ અનુમતિ સાથે અમુક ખાસ પ્રકારના સાઇડ પ્રોજેક્ટ કરે છે.
પારેખે જણાવ્યું કે, “અમે આ અંગે વધુ વ્યાપક પોલીસી બનાવી રહ્યા છીએ, સાથે જ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આ દરમિયાન કોન્ટ્રાક્ટની શરતો અને પ્રાઇવસીનું સંપૂર્ણ પાલન કરવામાં આવે.”
કંપનીએ શરૂ કર્યો એક પ્રોગ્રામ
પારેખે આગળ જણાવ્યું કે, તેઓએ કંપનીની અંદર એક્સેલરેટ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં લોકો પોતાની મેઇન જોબની સાથે અન્ય પાર્ટ ટાઇમ જોબ્સ પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે લગભગ 4000 લોકો આ યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસે પહેલા પણ મૂનાલાઇટિંગને લઇને પોતાનો ઇરાદો સ્પષ્ટ સ્વરૂપે જાહેર કર્યો હતો અને કર્મચારીઓને એક ઇમેલ દ્વારા સૂચના આપી હતી કે બે જોબ્સ કરવાની પરવાનગી નથી અને તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ફોસિસની કન્સોલિડેટેડની આવક સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 36538 કરોડ રૂપિયા રહી, જે આ જ નાણાંકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 34470 કરોડ રૂપિયા હતી. તો ગત નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં વાર્ષિક આધાર પર 23.4 ટકા અને ત્રિમાસિક આધારે 6 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ જ રીતે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો 6021 કરોડ રૂપિયા રહ્યો છે. જે ગત નાણાંકીય વર્ષના સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળમાં 5421 કરોડ રૂપિયા પર હતો. કંપનીના નફામાં વાર્ષિક આધારે 11.1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ત્રિમાસિક આધારે તેમાં 12.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર