ખુશખબર! આ એરલાઇન્સ કંપનીઓએ કેન્સલ થયેલી ફ્લાઇટની ટિકિટોને રિફંડ કરવાનું શરૂ કર્યું

ખુશખબર! આ એરલાઇન્સ કંપનીઓએ કેન્સલ થયેલી ફ્લાઇટની ટિકિટોને રિફંડ કરવાનું શરૂ કર્યું
એરલાઇન્સનાં આ નિર્ણયથી ટ્રાવેલ એજન્ટને રાહત મળશે.

એરલાઇન્સનાં આ નિર્ણયથી ટ્રાવેલ એજન્ટને રાહત મળશે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે બે મહિનાથી એર સર્વિસ ઠપ્પ થઇ છે. 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. જોકે, કેટલાક રાજ્યોમં મંજૂરી ન મળવાને કારણે અનેક ફ્લાઇટ્સ કેન્સલ પણ થઇ હતી. જેનાથી હવાઇ યાત્રીઓની મુશ્કેલી વધવા લાગી છે. હવે ઇન્ડિગો (Indigo) અને એર એશિયા ઇન્ડિયાએ (AirAsia India) રિફન્ડ આપવાનું શરૂ કર્યું ચે. આ કંપનીઓની જે ફ્લાઇટ્સ કેન્સલ થઇ છે. તેનું રિફંડ કંપનીઓ ટ્રાવેલ એજન્ટના (Travel agents) ખાતામાં નાંખશે. આ અંગેની જાણકારી ટ્રાવેલ પોર્ટલ (travel portal) ઇઝીમાયટ્રિપ (EaseMyTrip.com) પર આપવામાં આવી છે.

  એરલાઇન્સનાં આ નિર્ણયથી ટ્રાવેલ એજન્ટને રાહત મળશે. હવે તે પોતાના ગ્રાહકોને રિફંડ આપી શકશે. EaseMyTrip.comનાં સીઇઓ નિશાંત પિટ્ટીએ કહ્યું છે કે જે પણ યાત્રીને કે જેમને ક્રેડિટ શેલની જગ્યાએ રિફંડ જોઇતું હોય તેમને રિફંડ આપવામાં આવશે.  હાલ એર એશિયાએ EaseMyTrip.comનાં મામલામાં આવું કહું છે કે, અમે ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં તેમના રૂપિયા પાછા આપી દીધા છે. જોકે, અમને આ રુપિયા ટિકિટિંગ વોલેટમાં મળ્યાં છે.

  આ પણ વાંચો- સરકારના આ નિર્ણયથી ચીન સહિત આ દેશોને થશે મોટું નુકસાન, જાણો શું છે મામલો?

  આ રીતે અન્ય કંપનીઓએ પણ રિફન્ડ આપવાનું શરુ કરી દીધું છે. હવે ઇન્ડિગોએ પણ એજન્સીનાં વોલેટમાં રિફંડ કરવાનું શરૂ કર્યું છે. જેનાથી ઇન્ડિગોની નવી ટિકિટ ખરીદી શકો છો. બીજી તરફ જે ગ્રાહકને રિફંડ જોઇએ તે પણ તેમને કંપની આપે છે.પિટ્ટીએ કહ્યું કે, વિમાન કંપનીઓ હવે ટ્રાવેલ એજન્ટને બે વિકલ્પ આપે છે. એકમાં તો ગ્રાહકને રૂપિયા રિફંડ કરે કે તેમના ક્રેડિટ શેલમાં રાખે જેનાથી તે રકમનો ઉપયોગ ભવિષ્યની બુકિંગમાં કરી શકે છે.

   આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:May 28, 2020, 15:31 pm

  ટૉપ ન્યૂઝ