ખેડૂતો માટે સારા સમાચાર, નકલી બિયારણ વેચનારને હવે 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે

News18 Gujarati
Updated: November 14, 2019, 4:42 PM IST
ખેડૂતો માટે સારા સમાચાર, નકલી બિયારણ વેચનારને હવે 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે
ખેડૂતો માટે સારા સમાચાર

ખરાબ ગુણવત્તાહીન બિયારણને ખેડૂત મોંઘા ભાવે ખરીદે છે, પરંતુ પાકની પેદાવાર નથી થતી. જેના કારણે ખેડૂતની મહેનત અને પૈસા બંને વેસ્ટ થાય છે, સાથે દેવામાં ડુબી જાય છે.

  • Share this:
મોદી સરકાર ખેડૂતો માટે વધુ એક મોટુ પગલું ભરવા જઈ રહી છે. ખેડૂતોને નકલી અને ખરાબ બિયારણ આપનારી કંપનીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તેના માટે કેન્દ્ર સરકાર સંસદના શીતકાલીન સત્રમાં બિયારણ વિધેયક 2019 લાવશે. હાલમાં ન્યૂનત્તમ 500 રૂપિયા અને વધારેમાં વધારે 5000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે.

હિન્દુસ્તાન સમાચારપત્રમાં છપાયેલા સમાચાર અનુસાર, કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દેશમાં વેચાઈ રહેલા અનેક પ્રકારના પાક માટે બિયારણ સંસ્થાઓ દ્વારા પ્રમાણિત નથી. ખરાબ ગુણવત્તાહીન બિયારણને ખેડૂત મોંઘા ભાવે ખરીદે છે, પરંતુ પાકની પેદાવાર નથી થતી. જેના કારણે ખેડૂતની મહેનત અને પૈસા બંને વેસ્ટ થાય છે, સાથે દેવામાં ડુબી જાય છે.

55 ટકા બિયારણ પ્રમાણિત નથી

તમામ ખેડૂત પાકમાં થયેલી કમાણીના 30 ટકા રૂપિયા બિયારણ માટે બચાવીને રાખે છે અને તે બિયારણ ફરી વાવે છે. બજારમાં વેચાતા બિયારણમાંથી 45 ટકા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પ્રમાણિત હોય છે, જ્યારે 55 ટકા બિયારણ પ્રાઈવેટ કંપનીઓ વેચે છે. તેમાંથી મોટાભાગના પ્રમાણિત નથી. સરકાર આ કારણથી કડક કાયદો બનાવવા માંગે છે.

દંડની રકમ ઓછી હોવાના કારણે ખરાબ બિયારણ બિન્દાસ વેચવામાં આવે છે, અને ખેડૂત સાથે દગો કરવામાં આવે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર નવો બિયારણ કાયદો લાવવાનું વિચાર કરી રહી છે. આ વિધેયક પાંચ દશક જુના બિયારણ કાયદા 1966ની જગ્યા લેશે. નવા વિધેયકમાં સરકાર તમામ બિયારણ માટે સમાન પ્રમાણનની વ્યવસ્થા કરશે. બારકોડિંગ જરૂરી કરવામાં આવશે.

વળતર ચુકવવાની પણ હશે જોગવાઈઆ પહેલા, કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાએ મંગળવારે કહ્યું હતું કે, સંસદના અગામી શીતકાલિન સત્રમાં રજુ થનારા બિયારણ અને કિટનાશક વિધેયકમાં સરકાર ખેડૂત હિતોને પૂરી રીતે સંરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશની ખાદ્ય સુરક્ષા ઉત્તમ કિસ્મના બિયારણ પર જ નિર્ભર છે. તેમણે કહ્યું કે, બિયારણ અને કિટનાશક સંબંધિત વિધેયકમાં ખેડૂતોને નકલી બિયારણ અને કિટનાશક વેચવા અને તેનો પાક બદબાદ થવાની સ્થિતિથી બચાવવા માટે ખેડૂતોને વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવશે.

ખેડૂતોની સામે સૌથી મોટી સમસ્યા નાના-નાના ખેતરો છે, જેના કારણે ખેડૂતો લાભાન્વિત નથી થતા, અને ના તે આધુનિક મશીનોનો ખર્ચ ઉઠાવી શકતા. તેમણે કૃષિ જોતનો આકાર વદારવા માટે ઈસ્રાઈલની જેમ અહીં પણ ખેડૂતોને 100-50ની સંખ્યામાં એક થઈ ખેતીની ભૂમિનો આકાર વધારવા માટે તથા આદુનિક મશીનોનો ુપયોગ કરી લાભપ્રદ ખેતી માટે ખેડૂતોને કૃષક ઉત્પાદક સંગઠન બનાવવા વિશે વિચાર કરવો પડશે. તેમણે કહ્યું કે, સરકાર એફપીઓ બનાવવા માટે ધન ઉપલબ્ધ કરાવવાની સાથે આવકમાં છૂટ પણ આપી રહી છે.
First published: November 14, 2019, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading