નવી દિલ્હીઃ ઘર ખરીદદારો (Home buyers) માટે મોટા સમાચાર આવ્યા છે. HDFC, કોટક મહિન્દ્રા અને SBI બાદ હવે ICICI બેંકે આજે હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ICICI બેંકે કરેલી જાહેરાત મુજબ હવે બેન્ક 6.70%ના વ્યાજ દરે હોમ લોન આપશે. આ વ્યાજ દર આજથી એટલે કે 5 માર્ચ 2021થી લાગુ થઇ જશે.
10 વર્ષોમાં આ સૌથી સસ્તી હોમ લોન
બેંકે જણાવ્યા મુજબ, ICICI બેન્ક દ્વારા છેલ્લા 10 વર્ષમાં આ સૌથી સસ્તી હોમ લોન છે. ત્યારે હવે ગ્રાહકો આ વ્યાજ દર અંતર્ગત 75 લાખ સુધીની લોન લઈ શકે છે. જોકે, 75 લાખથી વધુની લોન માટે ગ્રાહકોએ 6.75% વ્યાજ ચૂકવવું પડશે. આ રિવાઇઝડ હોમ લોન દર 31 માર્ચ, 2021 સુધી ઉપલબ્ધ છે.
જો તમે ICICI બેન્કના ગ્રાહક ન હોય તો?
બેંકે જણાવ્યું છે કે, જેઓ ICICI બેન્કના ગ્રાહક નથી, તેઓ બેન્કની વેબસાઈટ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ iMobile Pay દ્વારા હોમ લોન માટે અરજી કરી શકે છે. તેમજ ડીજીટલી એપ્રુવલ પણ લઇ શકે છે. ઉપરાંત તેઓ નજીકની બેન્ક શાખાની મુલાકાત લઇ શકે છે.
ઘરે બેઠા મળશે લોન એપ્રુવલ
ICICI બેન્કના પ્રમુખ સિક્યોરિટી એસેટ્સ રવિ નારાયણે કહ્યું કે, ગત કેટલાક મહિનાઓમાં ગ્રાહકોની મંગમાં તેજીને જોતા ગ્રાહકોને રાહત આપવાનું નક્કી કર્યું છે. ઓછા વ્યાજને જોતા કોઈના માટે પોતાના સપનાનું ઘર ખરીદવું આસાન થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે કોઈપણ બેન્કના ગ્રાહકોને ઘેર બેઠા ડીજીટલી લોન એપ્રુવલની સુવિધા પૂરી પાડીએ છીએ.
આ બેંકો પણ ઓછા વ્યાજે આપી રહી છે હોમ લોન
SBI હોમ લોન ડીટેલ ડિટેલ
- જણાવી દઈએ કે SBIએ પણ 1 માર્ચે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો.
- SBIએ 31 માર્ચ સુધીમાં 100% પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. જેથી લોન પર 1%ની બચત થશે.
- SBI 75 લાખ સુધીની લોન પાર 6.70% અને તેનાથી વધુની લોન પર 6.75% વ્યાજ વસૂલશે.
- જેમાં સારા CIBIL સ્કોરને પ્રાથમિકતા મળશે.
કોટક હોમ લોન ડિટેલ
- સેલરી અને નોન-સેલરાઇડ લોકો માટે આ બેંકમાં 6.65 ટકા વ્યાજ દર છે.
- લોન લેવા માટે Kotak Digi Home Loans દ્વારા પ્રોસેસ ખૂબ ઝડપી બનશે.
- કોટક મહિન્દ્રા બેંકે જણાવ્યું કે, વ્યાજ દર ઉધારકર્તાના ક્રેડિટ સ્કોર અને લોન ટુ વેલ્યુ સાથે લિંક્ડ હશે.
- આ વ્યાજ દર હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર લોન પર લાગુ થશે.