RBIનો નિર્ણય, હવે સમયથી પહેલા લોન ચુકવવા પર પેનલ્ટી નહીં, બચી જશે પૈસા

News18 Gujarati
Updated: August 3, 2019, 1:17 PM IST
RBIનો નિર્ણય, હવે સમયથી પહેલા લોન ચુકવવા પર પેનલ્ટી નહીં, બચી જશે પૈસા
RBIનો નિર્ણય, હવે સમયથી પહેલા લોન ચુકવવા પર પેનલ્ટી નહીં

રિઝર્વ બેંક ઇન્ડિયા (આરબીઆઈ) એ વ્યક્તિગત લેણદારોની સમય પહેલા લોન ચુકવણી પર બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) દ્વારા વસુલાતા દંડ પર પ્રતિબંધ મૂક્યો છે.

  • Share this:
રિઝર્વ બેંક ઇન્ડિયા (આરબીઆઈ) એ વ્યક્તિગત લેણદારોની સમય પહેલા લોન ચુકવણી પર બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) દ્વારા વસુલાતા દંડ પર પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ એક જાહેરનામું બહાર પાડતાં કહ્યું છે કે, એનબીએફસી વ્યવસાયિક હેતુને છોડીને અન્ય કામ માટે વ્યક્તિગત હેતુ માટે લેવામાં આવતા ફ્લોટિંગ દર લોનને સમયથી પહેલા ચુકવવા માટે ફોરક્લોઝર ચાર્જ અથવા દંડ લેશે નહીં.

જોકે આરબીઆઈએ સ્પષ્ટ કર્યું નથી કે નવા નિયમો ક્યારેથી લાગુ થશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ પરિવર્તનને અસર કરવા સંબંધિત નિયમો અપડેટ કરવામાં આવ્યા છે. મે 2014માં આરબીઆઇએ વ્યાપારી બેંકોને મોર્ટગેજ લોન પર આવી ફી લાદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે તેઓ વ્યક્તિગત લોન જેવી અસુરક્ષિત લોન પર શુલ્ક લેવા માટે સ્વતંત્ર છે.



હોમ અને ઓટો લોન લેનારાઓને મોટી રાહત મળશે

સેન્ટ્રલ બેંકની આ સૂચનાથી હોમ અને ઓટો લેનારાઓને મોટી રાહત મળશે. અનેક વખત ગ્રાહકોએ પૂરી લોન સાથે ચૂકવીને વ્યાજ બચાવવા માંગતા હતા, પરંતુ તેના માટે લેવામાં આવતી ફી એટલી વધારે હોય છે મોટાભાગના ગ્રાહકોએ તેમનો વિચાર બદલી નાખે છે.

NBFC કંપનીઓ સામે રોકડ સંકટઆ હુકમ એવા સમયે થયો જ્યારે એનબીએફસી સંકટમાંથી પસાર થઈ રહી છે. રોકડની સમસ્યા એક સમસ્યા રહી છે. નિષ્ણાંતોના મતે એનબીએફસીનું સંકટ વધી રહ્યુ છે. જો કે તેનું એક બીજું પાસું પણ છે. ફોરક્લોઝર ચાર્જ પાછો ખેંચી લેવાની રકમમાં પણ વધારો કરી શકે છે.
First published: August 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading