નવી દિલ્હી. સરકારી કર્મચારીઓ (Government Employees) માટે સારા સમાચાર છે કે ત્રિપુરા (Tripura)ની બીપલાવ સરકારે સરકારી કર્મચારીઓને ખુશીના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેંશનધારકોના મોંઘવારી ભથ્થામાં (Increased DA) 1 માર્ચ 2021 એટલે કે આજથી વધારાનું એલાન કર્યું છે. સીએમ બીપલાવ કુમાર દેવ (Biplab Kumar Deb)એ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની કેબિનેટે સરકારી કર્મચારીઓ અને રિટાયર્ડ પેંશનધારકો (Pensioners) માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના એક લાખ સરકારી કર્મચારીઓ અને 60 હજાર પેંશનર્સને સીધો ફાયદો મળશે. સીએમ બિપલવદેવે કહ્યું કે, આ નિર્ણયથી રાજ્યના 1.90 લાખ પરિવારોને આર્થિક ફાયદો મળશે.
ત્રિપુરા સરકાર પર પડશે 320 કરોડનો વધારાનો બોજો
ત્રિપુરાના કાયદા મંત્રીએ કહ્યું કે, સરકારી કર્મચારીઓ અને પેંશનર્સના મોંઘવારી ભથ્થાના વધારાથી રાજ્યસરકાર પર 320 કરોડનો વધારાનો બોજો પડશે. તેમજ આજથી જ DAમાં વધારો લાગુ થશે. તેમણે જણાવ્યું કે, DA અને મોંઘવારી ભથ્થામાં સાતમા પગારપંચના આધારે વધારો કરાયો છે. જેના કારણે 1.1 લાખ કર્મચારીઓ અને 60 હજાર પેંશનર્સ ઉપરાંત 12 હજાર ડેલી વેજિસ કર્મચારીઓને ફાયદો થશે.
કાનૂનમંત્રી રતનલાલ નાથ મુજબ, રાજ્યની ગત સરકારે છોડેલા વિત્તબોજના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2018માં BJP-IPFT સરકારે સત્તામાં આવ્યા બાદ પહેલી વાર મોંઘવારી ભથ્થું વધાર્યું છે. સાથે જ સરકારી શિક્ષકો અને કર્મચારીઓના સાતમા પગારપંચની ભલામણો પાર સંશોધન કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર