ખુશખબરઃ ધનતેરસ પહેલા સસ્તું થયું સોનું, ફટાફટ જાણો સોનાના નવા ભાવ

News18 Gujarati
Updated: October 21, 2019, 7:45 PM IST
ખુશખબરઃ ધનતેરસ પહેલા સસ્તું થયું સોનું, ફટાફટ જાણો સોનાના નવા ભાવ
પ્રતીકાત્મક તસવીર

ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકોની અનુપસ્થિતિ અને નબળા ગ્લોબલ ટ્રેડની અસર સોનાની કિંમતો ઉપર પડી રહી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ધનતેરસ (Dhanteras 2019) પહેલા સોનાની કિંમતોમાં (Gold Price Today)ઘટાડો આવી રહ્યો છે. સોમવારે દિલ્હીના સોના-ચાંદી બજારમાં સોનાનો ભાવમાં (Gold Price)30 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં નરમાઇથી ઉલટું ચાંદીના ભાવમાં (Silver Price Today)તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં રૂ. 150 પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો હતો. એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે નબળા ગ્લોબલ ટ્રેન્ડના કારણે સોનાની કિંમતોમાં નરમાઇ આવી છે.

સોનાના ભાવમાં નવી કિંમતો
સોમવારે દિલ્હીના જવેરી બજારમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 30 રૂપિયા ઘટીને રૂ. 38,955ની સપાટીએ રહ્યું છે. શનિવારે 10 ગ્રામ સોનાનો ભાવ 38,985 રૂપિયાના સ્તરે બંધ રહ્યો છે. ન્યૂયોર્કમાં સોનું 1488.76 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 17.67 ડોલર પ્રતિ ઔશનાસ્તરે રહી હતી.

આ પણ વાંચોઃ-દિવાળી ગિફ્ટ! આ કંપની 5000 કર્મચારીઓને આપશે બંપર પ્રમોશન

ચાંદીમાં તેજી
ઇડસ્ટ્રિયલ ડિમાન્ડમાં વધારો થતાં ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સોમવારે ચાંદી 150 રૂપિયા વદીને 46,750 પ્રતિ કિલોગ્રામ પર રહી હતી.HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કમોડિટીઝ) તપન પટેલના જણાવ્યા પ્રમાણે ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકોની અનુપસ્થિતિ અને નબળા ગ્લોબલ ટ્રેડની અસર સોનાની કિંમતો ઉપર પડી રહી છે.

આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર ખોટું બોલતા પકડાઇ રાખી સાવંત, troll થતાં જ હટાવ્યો Video

જેનાથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉર ટેન્શનનાકારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું નબળું પડી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે પહેલી નવેમ્બરે પહેલા ફેઝમા ટ્રેડ ડીલ ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ-33,000 ફૂટની ઊંચાયે હતું વિમાન, નશામાં ધૂત યુવક ખોલવા લાગ્યો દરવાજો

ગોલ્ડ બોન્ડમાં રોકાણની તક
આ સપ્તાહે કેન્દ્ર સરકાર ગોલ્ડ બોન્ડની પોતાની એપને સક્સક્રિપ્શન માટે બજારમાં લાવશે. સૉવરેન ગોલ્ડ બોન્ડ 2019-20 સિરિઝ 6 કીશની શરૂઆત 21 ઑક્ટોબરે થશે.જે 25 ઑક્ટોબર સુધી ખુલ્લી રહેશે. આ ગોલ્ડ બૉન્ડમાં ન્યૂનતમ રોકાણ 1 ગ્રામ સોના માટે થઇ શકે છે. રિઝર્બ બેન્કે આ વખતે એક ગ્રામ ગોલ્ડ બૉન્ડનો ભાવ 3835 રૂપિયા રાખ્યો છે. જેમાં ઑનલાઇન રોકાણ કરનાર રોકાણકારોને પ્રતિ ગ્રામ પર 50 રૂપિયાની છૂટ મળશે.
First published: October 21, 2019, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading