ખુશખબર : સરકાર ત્રણ મહિનામાં ખેડૂતોના ખાતામાં 53,000 કરોડ રૂપિયા જમા કરાવશે

News18 Gujarati
Updated: November 16, 2019, 8:12 PM IST
ખુશખબર : સરકાર ત્રણ મહિનામાં ખેડૂતોના ખાતામાં 53,000 કરોડ રૂપિયા જમા કરાવશે
પ્રતિકાત્મક તસવીર

મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2020 પહેલાં ખેડૂતોના ખાતામાં 53,000 કરોડ જમા કરાવવાની તૈયારી કરી રહી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : પ્રધાનમંત્રી કિસાાન સન્માન નિધિ યોજના અંતર્ગત (PM Kisan Samman Nidhi Yojana) આ વર્ષે ખેડૂતોને 53,000 કરોડની મદદ મળશે. મોદી સરકાર (Government of India) 24 ફેબ્રુઆરી 2020 પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવશે. મોદી સરકારે આ વર્ષના પ્રારંભે 24મી ફેબ્રુઆરીએ ગોરખપુરથી જ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેના કારણે સરકાર આ તારીખ પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા માંગે છે.

કૃષિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં ખેડૂતોના ખાતામાં 34,000 કરોડ જમા કરાવવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ 15 નવેમ્બર સુધીમાં દેશના 7 કરોડ 87 લાખ ખેડૂતોને મળ્યો છે.

આ પણ વાંચો :  નિત્યાનંદ આશ્રમ : 'પિતાજી, અમે સ્વામીજી સાથે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ'

30 નવેમ્બર સુધી આ કામ કરવું જરૂરી

ખેડૂતોએ પીએમ-કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો મેળવવા માટે તેમના આધાર નંબરને લિંક કરાવવો અગત્યનો છે. જો કોઈ ખેડૂતને હજી આધાર કાર્ડ બૅન્ક ખાતા સાથે લિંક કરાવવાનું બાકી હોય તો વહેલી તકે કરાવી લેવું જોઈએ. આ યોજના સાથે તમારૂં આધાર કાર્ડ લિંક હશે તો જ તમને 6,000 રૂપિયાનો હપ્તો મળશે. આધાર કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ 30મી નવેમ્બર 2019 છે.આ પણ વાંચો :  જીવતાજીવ સમાધિ લેવાની વાત કરતો કાંતિલાલ માનસિક બીમાર છે : વિજ્ઞાનજાથા

યોજનાની મહત્ત્વપૂર્ણ બાબતો

આ યોજના અંતર્ગત મોદી સરકાર પ્રત્યેક ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000ની સહાયતા કરે છે. સરકારે યોજના શરૂ કરી ત્યારે તેમા ફક્ત 12 કરોડ ખેડૂતોનો સમાવેશ કર્યો હતો જોકે, ફરી સત્તા મળતા જ વડાપ્રધાન મોદીએ પ્રથમ કૅબિનેટ બેઠકમાં 15 કરોડ 50 લાખ ખેડૂતોનો સમાવેશ કરી દીધો છે. હવે આ સ્કિમની કુલ ધનરાશિ 87000 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.

 
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर