ખેડૂતો માટે ખુશખબર! આવક વધારવા માટે માટે કેન્દ્ર સરકારે લીધો બીજો મહત્વનો નિર્ણય

News18 Gujarati
Updated: May 16, 2020, 7:51 PM IST
ખેડૂતો માટે ખુશખબર! આવક વધારવા માટે માટે કેન્દ્ર સરકારે લીધો બીજો મહત્વનો નિર્ણય
આ ખાતરથી છોડને સુકાવવાથી બચાવી શકાય છે

આ છોડના વિકાસ અને ક્વોલિટી માટે જરૂરી હોય છે. આ પ્રોટિન અને શુગરના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

  • Share this:
નવી દિલ્હી : ઈન્ડિયા પોટાશ લિમિટેડે પોટાશ મ્યૂરિએટની કિંમતમાં 75 રૂપિયા પ્રતિ બેગ પર ઘટાડો કર્યો છે. ઘટેલી કિંમત સોમવાર, 18મેથી લાગુ પડશે. આ ખાતરની હાલની કિંમત 19,000 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડી હવે 17500 પ્રતિ મેટ્રિક ટન થઈ ગઈ છે. પોટાશ મ્યૂરિએટ, જેને પોટેશિયમ ક્લોરાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડના વિકાસ અને ક્વોલિટી માટે જરૂરી હોય છે. આ પ્રોટિન અને શુગરના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એટલું જ નહી છોડમાં કોમળતા બનાવી રાખવામાં મદદ કરે છે, જેના કારણે છોડને સૂકો પડતા બચાવી શકાય છે. આનાથી પત્તાઓને તેનો સાચો આકાર મળે છે.

ખેડૂતોના હિતમાં ઘટાડવામાં આવી કિંમત

કંપનીએ કહ્યું કે, ખેડૂતોના હિત માટે આ ઘટાડો એક વર્ષમાં અમેરિકન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો નબળો થયા બાદ અને એમઓપી પર સરકારની સબસીડીમાં 604 રૂપિયા પ્રતિ એમટીની અછત બાદ પણ કરવામાં આવ્યો છે. સબસીડીમાં ઘટાડો 1 એપ્રિલ, 2020થી પ્રભાવી થઈ ગયો છે.

આઈપીએલના એમડી ડો. પીએસ ગેહલોતે કહ્યું કે, અમે માનીએ છીએ કે, આ પગલાથી ઉર્વરકનો સંતુલીત ઉપયોગ થશે, જે ભારત સરકાર દ્વારા ખેડૂતોને ઉર્વરકો પર ખર્ચ ઓછો કરવા અને કૃષિ ઉત્પાદન વધારવાના લક્ષ્યની પૂર્તિ કરવાનો એક માત્ર ઉપાય છે. કંપની હંમેશા ઉર્વરકોના વૈજ્ઞાનિક અને વિવેકપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવાના પક્ષમાં છે.

કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ખેડૂતોની સહાયતા માટે ઉઠાવવામાં આવેલા આ પગલા માટે ડો. ગેહલોતને શુભકામના પાઠવી છે.
First published: May 16, 2020, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading