ખેડૂતો માટે ખુશ ખબર! અહીં પૈસાનું રોકાણ કરી મેળવો ડબલ વળતર, જાણો શું છે આ સ્કીમ

પ્રતિકાત્મક તસવીર

જો તમે પણ પૈસા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તો આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે જણાવીશું, જ્યાં તમારા પૈસા સુરક્ષિત પણ રહેશે સાથે જ મૈચ્યોરિટી પર ડબલ રિટર્ન મળશે

  • Share this:
નવી દિલ્હી : જો તમે પણ પૈસા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તો આજે અમે તમને એક એવી જ સ્કીમ વિશે જણાવીશું, જ્યાં તમારા પૈસા સુરક્ષિત પણ રહેશે સાથે જ મૈચ્યોરિટી પર ડબલ રિટર્ન મળશે. આ છે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના. તો આવો તમને તેના વિશે બધું જણાવીએ છીએ.

કિસાન વિકાસ પત્ર ભારત સરકારની એક વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જેમાં એક નક્કી સમયગાળામાં પૈસા બે ગણા થઇ જાય છે. કિસાન વિકાસ પત્ર દેશના તમામ પોસ્ટ ઓફિસો અને મોટી બેંકોમાં હાજર છે. તેનો મેચ્યોરિટી પીરિયડ હાલ 124 મહીના છે. તેમાં ન્યૂનતમ રોકાણ 1000 રૂપિયા હોય છે. વધુમાં વધુ રોકાણની કોઇ લિમિટ નથી. આ પ્લાન ખાસ ખેડૂતો માટે બનાવવામાં આવ્યો છે, જેથી તેઓ લાંબા સમય સુધી પોતાના પૈસા બચાવી શકે.

કોણ કરી શકે છે રોકાણ?

કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર લગભગ 18 વર્ષ હોવી જરૂરી છે. તેમાં સિંગલ એકાઉન્ટ સિવાય જોઇન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે. તો આ યોજના નાબાલિકો માટે પણ છે. જેની દેખરેખ અભિભાવકને કરવાની હોય છે. આ યોજના હિંદુ અવિભાજિત પરીવાર એટલે કે HUF કે NRIને છોડીને ટ્રસ્ટ માટે પણ લાગૂ છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા માટે રૂ. 1000, રૂ. 5000, રૂ. 10,000 અને રૂ. 50,000 સુધીના સર્ટિફીકેટ છે. જેને ખરીદી શકાય છે.

આ પણ વાંચો - ઈંગ્લેન્ડના ખેલાડીઓ IPLના કારણે અમારા તળિયા ચાટે છે : ફારૂખ એન્જિનિયર

વ્યાજ દર

KVP માટે નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં વ્યાજદર 6.9 ટકા નક્કી કરાયો છે. અહીં તમારું રોકાણ 124 મહીનામાં ડબલ થઇ જશે. જો તમે એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર 2 લાખ રૂપિયા મળશે. 124 મહીના આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ છે. આ સ્કીમ ઈન્ક્મટેક્સ અધિનિયમ 80C અંતર્ગત આવતી નથી. જોકે જે પણ રિટર્ન આવશે તેમાં ટેક્સ લાગશે. આ સ્કીમમાં TDSની કપાત કરવામાં આવતી નથી.

ટ્રાન્સ્ફર કરવાની પણ સુવિધા

કિસાન વિકાસ પત્રને જાહેર કરવાની તારીખના અઢી વર્ષ બાદ છૂટા કરી શકાય છે. KVPને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં સ્થળાંતરિત કરી શકાય છે. કિસાન વિકાસ પત્રને એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સ્થાનાંતરિત કરી શકાય છે. KVPમાં નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. કિસાન વિકાસ પત્રને પાસબુકના આકારમાં જાહેર કરાય છે.

આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે

આ યોજનામાં નિવેશ કરવા માટે તમારે આધારકાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, કેવીપી આવેદન પત્ર, એડ્રેસ પ્રૂફ અને બર્થ સર્ટિફીકેટની જરૂર પડે છે.
First published: