ખેડૂતો માટે ખુશખબર: 15 જૂન સુધી મળશે વિનામૂલ્યે બીજ, જાણો શું છે સરકારનો નવો પ્લાન?

ખેડૂતો માટે ખુશખબર: 15 જૂન સુધી મળશે વિનામૂલ્યે બીજ, જાણો શું છે સરકારનો નવો પ્લાન?
પ્રતિકાત્મક તસવીર

ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકાર ઘણા સમયથી કાર્યરત છે. જેના અનુસંધાને ખેડૂતોને વિનમૂલ્યે કઠોળ અને તેલીબિયાંના બિયારણ મળી રહે તે માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું

  • Share this:
નવી દિલ્હી : ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકાર ઘણા સમયથી કાર્યરત છે. જેના અનુસંધાને ખેડૂતોને વિનમૂલ્યે કઠોળ અને તેલીબિયાંના બિયારણ મળી રહે તે માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે બુધવારે કઠોળ અને તેલીબિયાંના ઉચ્ચ ઉત્પાદન આપતા બિયારણના વિતરણ માટે મિનીકીટ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં બીજ નિગમ, નાફેડ અમે ગુજરાત રાજ્ય બીજ નિગમ જેવી રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા મીની કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન દ્વારા તેના માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે.બીજના 'મિની કીટ' કાર્યક્રમની શરૂઆત કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર દ્વારા ખેડુતોને કઠોળ અને તેલીબિયાંની ઊંચી ઉપજ આપતા બિયારણના વિતરણ સાથે થઈ હતી તેવું સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. આ કાર્યક્રમ અંગે તોમરે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોના સહયોગથી કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં વધારો કરવા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધ્યું

વર્ષ 2014-15થી કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે નવેસરથી ધ્યાન દેવામાં આવી રહયું છે તેવું કૃષિ મંત્રાલય દ્વારા જણાવાયું હતું. તેલીબિયાંનું ઉત્પાદન 2014-15માં 2.751 ટનથી વધીને 2020-21માં 3.657 કરોડ ટન સુધી પહોંચી ગયું હતું. આવી રીતે કઠોળનું ઉત્પાદન આ સમયગાળામાં 1.715 કરોડ ટનથી વધીને 2.555 કરોડ ટને પહોંચી ગયું હતું.

15 જૂન સુધી વિતરણ થશે

મીની કીટ કાર્યક્રમ અંતર્ગત બિયારણનું વિતરણ 15 જૂન, 2021 સુધી ચાલશે. જેથી ખેડૂતોને ખરીફ પાક વાવેતર કરતા પહેલા બિયારણ મળી રહે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત કઠોળની કુલ 20,27,318 મીની કીટ, સોયાબીનની 8 લાખથી વધુ મીની કીટ અને મગફળીની 74,000 મીની કીટ ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ