ફેસબુક યુઝર્સ માટે સોનેરી તક: યુઝર્સને હવે મળશે ફિક્સ કમાણી, અહીં જાણો શું કરવું પડશે

ફેસબુકથી કમાણી

ફેસબુક (Facebook) લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયું છે. ધીમે ધીમે ફેસબુકથી કમાણીની તક પણ વધવા લાગી છે.

  • Share this:
Business News: ફેસબુક (Facebook) લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયું છે. ધીમે ધીમે ફેસબુકથી કમાણીની તક પણ વધવા લાગી છે. ત્યારે ક્રિએટર્સ(Facebook Creators) માટે નવા પ્રોગ્રામની તૈયારી થઈ હોવાના સંકેત ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) દ્વારા આપવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, 2022ના અંત સુધીમાં ક્રિએટર્સને 1 બિલિયન ડોલરની ચુકવણી કરવાની યીજના ઘડી કાઢવામાં આવી છે. જે પ્લેટફોર્મ પર પ્રભાવશાળી લોકોને આકર્ષવાના પ્રયાસનો ભાગ છે.

આ મામલે ન્યુયોર્ક ટાઈમ્સના મત મુજબ, ફેસબુક તમામ પ્રકારના ક્રિએટર્સમાં 1 બિલિયન ડોલરની વહેંચણી કરશે. જેનાથી અસરકારક લોકોને ફેસબુક પર કન્ટેન્ટ બનાવવા અને પોસ્ટ કરવા માટે પ્રોત્સાહન મળશે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ખાસ સુવિધાઓનો ઉપયોગ કરી ઇન્ફ્લુએન્સર પૈસા કમાઈ શકશે. દાખલા તરીકે, ક્રિએટર્સ નિયમિત લાઈવસ્ટ્રીમ કરે તો પૈસા કમાઈ શકશે.

આ પણ વાંચોPM kisan: ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની જગ્યા રૂ. 36000 મળશે, લાભ લેવા આટલું કરવું પડશે

ક્રિએટર્સ માટે ખાસ પ્લેસ

છેલ્લા એક વર્ષમાં ટેક કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જામી છે. કંપનીઓ ઓનલાઈન કન્ટેન્ટ ક્રિએટર્સને આકર્ષવાના પ્રયાસો કરી રહી છે. જેમાં યુટ્યુબ અને ટિકટોક સહિતની ઘણી કંપનીઓ સામેલ છે. ત્યારે ફેસબુકનું કહેવું છે કે, તેણે વર્ષના અંત સુધીમાં ક્રિએટર્સ માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બોનસને ટ્રેક કરવા ખાસ પ્લેસ બનાવવાનો પ્લાન ઘડયો છે.

શું છે ફેસબુકનો પ્લાન?

અગાઉ પણ ફેસબુક ક્રિએટર્સને પૈસા ચુકવવાની વાત કરી ચૂક્યું છે. કંપનીએ IGTV અને YOUTUBEની જેમ લાંબા વિડીયો અને રિલ જેવી સુવિધા પણ શરૂ કરી હતી. જે ટિકટોકની જેમ કામ કરે છે.

આ પણ વાંચોકોલેજ સ્નાતકો માટે સારા સમાચાર! Infosys આ વર્ષે હજારો વિદ્યાર્થીઓને આપશે નોકરીઓ

આ ઉપરાંત ફેસબુકે બ્લેક ગેમિંગ કોમ્યુનિટીમાં આગામી 2 વર્ષમાં 10 મિલિયન જેવડી રકમનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. ટ્વીચની જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફેસબુક ગેમિંગનો ઉપયોગ કરવા બદલ મહિને અમુક રકમ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. નવેમ્બરમાં સ્નેપચેટએ એપના સ્પોટલાઈટ ફીચર પર પોસ્ટ કરનાર કન્ટેન્ટ ક્રિએટર્સને દરરોજ 1 મિલિયન ડોલર આપવાનું શરૂ કર્યું હતું.
First published: