6 કરોડ નોકરીયાત વર્ગને મોદી સરકારની મોટી ગિફ્ટ! PF ખાતામાં આવશે વધુ નાણા, ચેક કરો ડિટેલ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

એપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન તરફથી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટી ખુશખબરી મળી શકે છે

 • Share this:
  નવી દિલ્હી. નોકરીયાત વર્ગ માટે ખુશખબરી આવવાની છે. આગામી મહિનાથી પ્રોવિટન્ટ ફંડ (PF) ખાતામાં વધુ નાણા આવી શકે છે. મૂળે, એપ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (Employees Provident Fund Organization -EPFO) તરફથી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટી ખુશખબરી મળી શકે છે. કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને જુલાઈના અંત સુધીમાં આપવાની ઘોષણા ટૂંક સમયમાં થઈ શકે છે. આ મામલામાં EPFOને શ્રમ મંત્રાલય તરફથી મંજૂરી મળી ચૂકી છે. આ પ્રક્રિયાને ટૂંક સમયમાં જ શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  6 કરોડથી વધુ કર્મચારીઓને મળશે ફાયદો

  શ્રમ મંત્રાલય (Labour Ministry) તરફથી મંજૂરી મળ્યા બાદ PFના વ્યાપમાં આવનારા દેશભરના લગભગ 6 કરોડ કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર હોઈ શકે છે. EPFO તરફથી ફિસ્કલ યર 2020-21 માટે 8.5 ટકાને જુલાઈના અંત સુધી આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વ્યાજના નાણા કર્મચારીઓના એકાઉન્ટમાં સીધા ક્રેડિટ કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો, કોવિડની આર્થિક અસરઃ એક કરોડ લોકોએ નોકરી ગુમાવી, 97% પરિવારોની આવક ઘટી- CMIE

  આ પણ વાંચો, સામે આવી રહ્યા છે લોન્ગ કોવિડના કેસ, કોરોનાથી સાજા થયા બાદ પણ 5-6 મહિના સુધી જોવા મળે છે લક્ષણો

  ગયા વર્ષે 2019-20નું વ્યાજ મળવામાં અનેક EPFO એકાઉન્ટ હોલ્ડર્સને 10 મહિના સુધી લાંબી રાહ જોવી પડી હતી. EPFOએ ફિસ્કલ યર 2020-21 માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર 8.5 ટકા પર બરકરાર રાખવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત EPFOએ દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરને કારણે એકાઉન્ટ હોલ્ડર્સને નોન રિફંડેબલ કોવિડ-19 એડવાન્સના નાણા ઉપાડવાની મંજૂરી આપી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: