નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO (Employees' Provident Fund)ના આશરે 6 કરોડ જેટલા સબ્સક્રાઇબર્સ માટે ખુશખબર છે. આગામી જુલાઈમાં તમારા પીએફ એકાઉન્ટમાં વધારે પૈસા આવી શકે છે. એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન (employees provident fund organisation -EPFO) વહેલી તકે ખુશખબર મળી શકે છે. કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ જુલાઇના અંતમાં આપવાની જાહેરાત થઈ શકે છે. આ બાબતના અનુસંધાનમાં EPFOને શ્રમ મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઈ છે. આગામી સમયમાં પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
6 કરોડથી વધુ કર્મચારીઓને થશે ફાયદો
શ્રમ મંત્રાલય દ્વારા (labor Ministry) દ્વારા મંજૂરી મળી ગયા બાદ પીએફના બાધ્ય એવા દેશના આશરે 6 કરોડ કર્મચારીઓને ફાયદો થઈ શકે છે. EPFO દ્વારા ફિસ્કલ યર 2020-21 માટે 8.5 ટકા વ્યાજ જુલાઈના અંત સુધીમાં આપવાની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વ્યાજના પૈસા કર્મચારીઓના એકાઉન્ટમાં સીધા ક્રેડિટ કરવામાં આવશે.
ગત નાણાકીય વર્ષ 2019-20નું વ્યાજ મેળવવા માટે ખાતાધારકોએ 10 મહિના સુધી રાહ જોવી પડી હતી. EPFOએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદરોને બદલાવ્યા વગર 8.5 ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત EPFOએ સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેરને જોતા ખાતાધારકોને નોન રિફન્ડેબલ કોવિડ-19 એડવાન્સના પૈસા કાઢવાની મંજૂરી પણ આપી હતી.
આમ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની આગેવાનીમાં કર્મચારીઓને જુલાઈ મહિનામાં 8.5 ટકા લેખે વ્યાજ મળે તો આ તમામ કરોડો કર્મચારીઓ માટે સારા સમચાાર આવી શકે છે. જોકે, કઈ તારીખ સુધીમાં આ વ્યાજની નિધિ જમા થશે તેના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર