નોકરીયાત માટે મોટા સમાચાર! કેન્દ્ર બદલશે નિયમ, 30 મિનિટથી ઓછુ વધારે કામ કર્યું તો પણ મળશે ઓવરટાઇમ

પ્રતિકાત્મક તસવીર

કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધો કલાકનો અંતરાલ આપવાની સૂચના પણ ડ્રાફ્ટ નિયમોમાં શામેલ કરવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જલ્દીથી રોજગાર મેળવતા લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર, તમારી નોકરીને લગતા ઘણા નિયમો બદલી શકે છે. જો કેન્દ્રની મોદી સરકાર લેબર કોડના નિયમો લાગુ કરે છે, તો કામના કલાકોથી લઈને ઓવરટાઇમ સુધીના નિયમોમાં પરિવર્તન આવશે. નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ કામના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે, નિયમોમાં જોગવાઈ છે કે, ઓવરટાઇમમાં 15 થી 30 મિનિટ વચ્ચેના વધારાની કામગીરી શામેલ કરવામાં આવશે. રોજગાર મેળવતા લોકોને આનાથી મોટો ફાયદો થઈ શકે છે.

  દર 5 કલાક પછી કર્મચારીને 30 મિનિટનો વિરામ આપવો પડશે

  વર્તમાન નિયમો અનુસાર, 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી. મુસદ્દાના નિયમોમાં, ઓવરટાઇમમાં 15 થી 30 મિનિટના વચ્ચેની વધારાની કામગીરીનો પણ સમાવેશ કરવાની જોગવાઈ છે. મુસદ્દાના નિયમોમાં કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય માટે સતત કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

  આ પણ વાંચોVideo: કાનમાં ખંજવાળથી પરેશાન મહિલા હોસ્પિટલ પહોંચી, માઇક્રોસ્કોપથી જોયું તો ડોક્ટરની આંખો પહોંળી થઈ ગઈ

  કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધો કલાકનો અંતરાલ આપવાની સૂચના પણ ડ્રાફ્ટ નિયમોમાં શામેલ કરવામાં આવી છે. લેબર કોડના નિયમો અનુસાર, બેસિક સેલરી કુલ વેતનના 50 ટકા અથવા તેથી વધુ હોવી જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારમાં ફેરફાર થશે. જો મૂળભૂત પગારમાં વધારો થશે તો પછી પ્રોવિડન્ટ ફંડ (પીએફ) અને ગ્રેચ્યુઇટીમાં કપાતા પૈસા વધી જશે, આના કારણે ટેક હોમ પગારમાં ઘટાડો થશે.

  આ પણ વાંચોમહિલાએ કરોડો રૂપિયામાં ખરીદ્યું આલિશાન ઘર, દરવાજા ખોલી અંદર જતા જ મળ્યું 'જીવતું નરક'

  કંપનીઓએ કર્મચારીઓ માટે પીએફમાં વધુ ફાળો આપવો પડશે

  પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીમાં ફાળો વધવાથી, નિવૃત્તિ પછી પ્રાપ્ત થતી રકમમાં પણ વધારો થશે. પીએફ અને ગ્રેચ્યુઇટીમાં વધારા સાથે, કંપનીઓનો ખર્ચ પણ વધશે કારણ કે તેમણે પણ કર્મચારીઓ માટે પીએફમાં પણ વધુ ફાળો આપવો પડશે. આની અસર કંપનીઓની બેલેન્સશીટ પર પણ પડશે. આ કારણોસર જ આ નિયમોને ટાળવામાં આવ્યા છે. આ નિયમો 1 એપ્રિલ, 2021 થી અમલમાં આવવાના હતા, પરંતુ રાજ્ય સરકારો અને કંપનીઓની તૈયારીના અભાવને કારણે, તેને મુલતવી રાખવામાં આવ્યા છે. મોદી સરકાર આ નિયમો વહેલી તકે અમલમાં મૂકવા માંગે છે.
  Published by:kiran mehta
  First published: