કર્મચારીઓ માટે સારા સમાચાર! કેન્દ્રએ એમ્પ્લોય ડિપોઝીટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન અંતર્ગત મહત્તમ વીમા રકમ 7 લાખ રૂપિયા કરી

કેન્દ્ર સરકારે EDLI Scheme હેઠળની મહત્તમ રકમ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ કરી દીધી છે

કેન્દ્ર સરકારે EDLI Scheme હેઠળની મહત્તમ રકમ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ કરી દીધી છે

  • Share this:
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે કોરોના સંકટ (Corona Crisis) વચ્ચે કર્મચારીઓને રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(EPFO) ના ટ્રસ્ટી બોર્ડે કર્મચારી થાપણ લિંક્ડ ઇન્સ્યુરન્સ સ્કીમ, 1976 (EDLI Scheme, 1976) હેઠળની મહત્તમ રકમ (Maximum Sum Assured) 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ કરી દીધી છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવાર (Santosh Gangwar)ના નેતૃત્વમાં ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)એ 9 સપ્ટેમ્બર 2020ના રોજ મળેલી બેઠકમાં EDLI યોજના હેઠળ વીમાની મહત્તમ રકમ વધારવાનો નિર્ણય લીધો હતો.

28 એપ્રિલથી લાગુ થશે

CBTએ 9 સપ્ટેમ્બર 2020ના રોજ મળેલી બેઠકમાં 14 ફેબ્રુઆરી 2020 પછી લઘુતમ વીમા રકમ 2.5 લાખ રૂપિયા જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, શ્રમ અને રોજગાર મંત્રાલયે 28 એપ્રિલ 2021ના રોજ EDLI યોજના હેઠળ મહત્તમ વીમા રકમ વધારીને રૂ. 7 લાખ કરવાના નિર્ણયને અમલમાં મૂકવા જાહેરનામું બહાર પાડ્યું છે. શ્રમ સચિવ અપુર્વા ચંદ્રે જણાવ્યું હતું કે મહત્તમ રકમની વીમા રકમ સૂચનાની તારીખથી લાગુ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ન્યુનતમ રકમની વીમા રકમ 15 લાખ ફેબ્રુઆરી 2020થી લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો, કોરોના દર્દીઓને મળશે રાહત! હવે વીમા કંપનીઓ 1 કલાકમાં સેટલ કરશે કેશલેસ ક્લેમ, IRDAIનો નિર્દેશ

અગાઉથી લઘુત્તમ વીમા રકમ લાગુ કરવા સુધારો

શ્રમ અને રોજગાર મંત્રાલયે 15 ફેબ્રુઆરી 2018ના રોજ એક નોટિફિકેશન દ્વારા EDLI હેઠળની ઓછામાં ઓછી રકમ વધારીને 2.5 લાખ કરી હતી. આ વધારો બે વર્ષ માટે કર્યો હતો. તેની અવધિ 15 ફેબ્રુઆરી 2020ના રોજ સમાપ્ત થઇ. જેથી 15 ફેબ્રુઆરી 2020થી આગળ તેને ચાલુ રાખવા અને તેને પહેલાની તારીખથી અમલમાં મૂકવાની સૂચના અપાઈ છે. મંત્રાલય અનુસાર, તેના કારણે વ્યક્તિના હિતને અસર નહીં થાય. વીમાની મહત્તમ રકમ 6 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવે, તે માટે CBTએ સપ્ટેમ્બર 2020માં EDLI યોજના 1976ના પેરેગ્રાફ-22(3)માં સુધારાને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો, 1 રૂપિયાના આ સિક્કાથી તમે પણ કમાઈ શકો છો 10 કરોડ રૂપિયા, જાણો શું કરવું પડશે

સેવા દરમ્યાન મૃત્યુ થાય તો પરિવારને મળશે લાભ

EDLI યોજના 1976ના પેરેગ્રાફ-22 (3)માં સુધારણાનો હેતુ સભ્યોના પરિવારો અને આશ્રિતોને રાહત આપવાનો છે, જેઓ નોકરી દરમ્યાન કમનસીબે મૃત્યુ પામે છે. માર્ચ 2020માં સીબીટીની બેઠકમાં ઇપીએફઓ ટ્રસ્ટીઓએ સેવા દરમિયાન મૃત્યુ પામેલા મૃત કર્મચારીના પરિવારના સભ્યોને ઓછામાં ઓછો 2.5 લાખ રૂપિયાનો લાભ આપવાની ભલામણ કરી હતી. અગાઉ એવી જોગવાઈ હતી કે મૃત્યુના પહેલાના 12 મહિનામાં એક કરતા વધુ કંપનીમાં કામ કરનાર સભ્યના પરિવારને ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 6 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે નહીં.
First published: