નવી દિલ્હી : કોરોનાકાળમાં (Coronavirus) અનેક લોકોની નોકરીઓ (Jobs) ગઈ છે. કેટલાક લોકો એવા છે અથવા તો મોટાભાગના એવા લોકો છે જેનો પગાર મોટા પાયે કપાયો. જોકે, આ તમામ લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23માં લોકોના પગારમાં મોટાપાયે વધારો થઈ શકે છે. હકિકતમાં લોકોના પગારમાં વધારો થાય તેવી આશા બંધાઈ છે અને તેના કેટલાક કારણો પણ સામે આવ્યા છે.
Michael Page and Aon Plcના મુજબ જો કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં રહે તો એપ્રિલ 2022થી શરૂ થનારા નાણાકીય વર્ષમાં કર્મચારીઓના પગારમાં લગભગ 8 ટકા જેટલો વધારો થઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સર્વેક્ષણો મુજબ 6-8 ટકાથી ઘણો વધારે છે.
આર્થિક વૃદ્ધિમાં સુધારાની આશા
ઉલ્લેખનીય છે કે સમગ્ર એશિયામાં ભારતમાં ઐતિહાસિકરૂપે કાયમ આર્થિક વૃદ્ધિ નોંધાઈ છે. રિપોર્ટ મુજબ આગામી બે વર્ષ સુધી આ સિલસિલો યથાવત રહેવાની વકી છે. જોકે, આ વર્ષો દરમિયાન મોંઘવારીમાં વધારો થવાના કારણે ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને મહામારી દરમિયાન રોજબરોજની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે, તેને ઇર્મજન્સીના કારણોસર વધારામાં ખપાવી દેવામાં આવ્યા.
આ ક્ષેત્રમાં જોવા મળી શકે છે સુધારો
ઈ-કોમર્સ, ફાર્માસ્યુટિકલ, આઈટી, નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોએ પહેલાંથી જ પગારમાં વધારો કરવાની જાહેર કરી છે. Aon Plcમાં ભારત અને દક્ષિણ એશિયાના ચીફ કૉર્મિશિયલ ઑફિસર રૂપંક ચૌધરીના મતે સંગઠિત ક્ષેત્ર માટે કુશળ શ્રમિકોની ઉપલબ્ધતાના કારણે સેલેરીમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર