Home /News /business /કોલેજ સ્નાતકો માટે સારા સમાચાર! Infosys આ વર્ષે હજારો વિદ્યાર્થીઓને આપશે નોકરીઓ

કોલેજ સ્નાતકો માટે સારા સમાચાર! Infosys આ વર્ષે હજારો વિદ્યાર્થીઓને આપશે નોકરીઓ

Infosys આ વર્ષે હજારો વિદ્યાર્થીઓને આપશે નોકરીઓ

દેશની અગ્રણી આઇટી કંપની (IT Company) ઇન્ફોસીસ (Infosys) 2021-22 (FY22)ના નાણાકીય વર્ષમાં 35,000 કોલેજ ગ્રેજ્યુએટ્સની ભરતી કરશે

નવી દિલ્હી : કોરોના સંકટ (Corona crisis)ની વચ્ચે, કોલેજ સ્નાતકો માટે નોકરી (Job for College Graduates)ના મોરચે સારા સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશની અગ્રણી આઇટી કંપની (IT Company) ઇન્ફોસીસ (Infosys)ના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવિણ રાવે (COO Pravin Rao) જણાવ્યું છે કે, ટેક કંપની 2021-22 (FY22)ના નાણાકીય વર્ષમાં 35,000 કોલેજ ગ્રેજ્યુએટ્સની ભરતી કરશે. તમને જણાવી દઈએ કે, ઇન્ફોસિસે બુધવારે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, વાર્ષિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 22.7 ટકાથી વધીને રૂ. 5195 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 4233 કરોડ હતો.

જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો ડ્રોપઆઉટ રેટ 13 ટકા હતો

ઇન્ફોસીસના સીઓઓ રાવે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં ડિજિટલ ટેલેન્ટની માંગમાં મોટો વધારો થયો છે. સાથે એમ પણ કહ્યું કે, આઇટી ક્ષેત્રે જેમ-જેમ નવા ટેલેન્ટની માંગ વધતી જાય છે, થોડા સમય પછી તે ઈન્ડસ્ટ્રીમાં એક પડકાર બની જાય છે. જેથી, વૈશ્વિક સ્તરે વધી રહેલી માંગને પહોંચી વળવા અમે નાણાકીય વર્ષ 2022 માટે 35,000 કોલેજ સ્નાતકોની ભરતી કરવાનું વિચાર્યું છે. જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસમાં નોકરી છોડનારા લોકોનો દર વધીને 13.9 ટકા થયો છે. માર્ચ 2021ના ​​ક્વાર્ટરમાં તે 10.9 ટકા હતો. જોકે, પાછલા વર્ષના જૂન ક્વાર્ટરમાં આ એટ્રિશન રેટ 15.6 ટકાથી ઓછો છે.

આ પણ વાંચોઇલેક્ટ્રિક વાહનોના સમયમાં, આ 5 બેટરી Share 1 વર્ષમાં 80-650% દોડ્યા, જાણો રોકાણને લઈ મહત્વપૂર્ણ બાબતો

કંપનીની એકીકૃત આવક દર-વર્ષના આધારે વધતી ગઈ

સીઓઓ રાવે કહ્યું કે, અમે કારકિર્દીમાં પ્રગતિની તકો, પગારની સમીક્ષા અને કર્મચારીઓને પ્રોત્સાહન જેવા ઘણા પાસાં શરૂ કર્યા છે. તમને જણાવી દઈએ કે, દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસીસે જૂન ક્વાર્ટરના પરિણામો બુધવારે, 14 જુલાઈએ જાહેર કર્યા છે. ત્રિમાસિક ધોરણે માર્ચ 2021ના ​​ત્રિમાસિક ગાળામાં ઈન્ફોસિસનો ચોખ્ખો નફો રૂ. 5078 કરોડ હતો. કંપનીની કન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 18 ટકા વધીને રૂ. 28,986 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ તે રૂ .23, 665 કરોડ હતું. ત્રિમાસિક ધોરણે, તે છ ટકા વધીને, રૂ. 26,311 કરોડથી વધી રૂ. 27,896 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચોલીલું સોનું તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઇ રીતે કરવી વાંસની ખેતી

ટીસીએસ પણ કેમ્પસમાંથી 40 હજાર વિદ્યાર્થીઓની ભરતી કરશે

ભારતીય આઈટી સર્વિસિસ કંપનીને વૈશ્વિક કંપનીઓ તરફથી ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિપ્ટો પ્લેટફોર્મમાં વધેલા રોકાણોથી ફાયદો થયો છે. આ સિવાય વૈશ્વિક કંપનીઓએ પણ સાયબર સિક્યુરિટી ક્ષેત્રે રોકાણ વધાર્યું છે. ઈન્ફોસિસના હરીફ ટીસીએસે તાજેતરમાં કહ્યું હતું કે, તે કેમ્પસમાંથી 40,000 ફ્રેશર્સને નોકરી પુરી પાડશે. ટીસીએસ પાસે ખાનગી ક્ષેત્રની આઇટી કંપનીઓમાં સૌથી વધુ 5 લાખ કર્મચારીઓ છે. ગયા વર્ષે પણ કંપનીએ 40 હજાર ગ્રેજ્યુએટ્સની ભરતી કરી હતી. ટીસીએસએ પણ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીના મતે તેના ત્રિમાસિક નફામાં 29 ટકાનો વધારો થયો છે.
First published:

Tags: Employment news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો