ખુશખબરી! સરકારી કર્મીઓની આ મહિને 5 દિવસ વહેલી થશે સૅલરી, જાણો કેમ?

News18 Gujarati
Updated: September 23, 2019, 4:31 PM IST
ખુશખબરી! સરકારી કર્મીઓની આ મહિને 5 દિવસ વહેલી થશે સૅલરી, જાણો કેમ?
પ્રતિકાત્મક તસવીર

નાણામંત્રાલયના કન્ટ્રોલર જનરલ ઑફ ઍકાઉન્ટ, શાખા તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીને 25 સપ્ટેમ્બરે જ સેલરી આપી દેવામાં આવશે.

  • Share this:
હડતાલ અને સપ્તાહિક રજાના કારણે સળંગ ચાર દિવસ સુધી બૅન્કો બંધ રહેવાના સમાચાર બાદ સરકારી કર્મચારીઓને સૅલરીને લઈ ચિંતા વધી ગઈ છે. કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે કોઈ રિસ્ક લેવા માંગતુ ન હતું. જેથી, કેન્દ્ર સરકારે 5 દિવસ પહેલા જ સરકારી કર્મચારીઓને સેલરી આપવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રાલયના કન્ટ્રૉલર જનરલ ઑફ ઍકાઉન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યો નિર્દેશ

તમને જણાવી દઈએ કે, આ પહેલો આવો મામલો હશે જેમાં સરકારી કર્મચારીઓને પાંચ દિવસ વહેલી સેલરી મળી જશે. નાણામંત્રાલયના કન્ટ્રોલર જનરલ ઑફ ઍકાઉન્ટ, શાખા તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીને 25 સપ્ટેમ્બરે જ સેલરી આપી દેવામાં આવશે.

હડતાલ અને સાપ્તાહિક રજાના કારણે સળંગ ચાર દિવસ બંધ રહેશે બૅન્ક

ઉલ્લેખનીય છે કે, ચાર બૅન્ક યૂનિયનોએ બે દિવસની હડતાળની જાહેરાત કરી છે, જે 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો આ બૅન્કોની આ જાહેરાત સફળ થાય છે તો, અગામી અઠવાડીએ સળંગ ચાર દિવસ બૅન્કો બંધ રહેશે. આ હડતાળ 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રહેશે, જે દિવસોમાં બૅન્કિંગ સેવાઓ પણ બંધ રહેશે. ચાર બૅન્ક યૂનિયન, જેમાં ઓલ ઈન્ડીયા બૅન્ક ઑફિસર્સ કન્ફૅડરેશન, ઑલ ઈન્ડિયા બૅન્ક ઑફિસર્સ ઍસોસિએશન્સ, ઈન્ડિયન નૅશનલ બૅન્ક ઑફિસર્સ કૉંગેર્સ અને નૅશનલ ઑર્ગેનાઈઝેશન બૅન્ક ઑફિસર્સે 26 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે હડતાળની માંગ કરી છે. આ યૂનિયનોએ સરકાર દ્વારા 10 બૅન્કોનો વિલય કરી 4 બૅન્ક બનાવવાના વિરોધમાં આ નિર્ણય લીધો છે.અગામી અઠવાડીયામાં પણ 3 દિવસો માટે જ ખુલશે બૅન્કઆ બૅન્ક યૂનિયનોએ ગુરૂવારે અને શુક્રવારે હડતાળ કરવાની જાહેરાત કરી છે. 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે રજા રહેશે અને રવિવારે બૅન્કમાં વીકલી ઓફ હોય છે. ત્યારબાદ અગામી અઠવાડીએ મોટાભાગની બૅન્કો માત્ર ત્રણ દિવસ માટે જ ખુલશે. એવામાં સળંગ ચાર દિવસ સુધી બૅન્કની રજાની અસર સમાન્ય માણસો પર પણ પડશે. 30 સપ્ટેમ્બરે સોમવાર છે, અને આ દિવસે બૅન્કો ખુલ્લી રહશે. એવામાં સેલરી ક્લાસ માટે રાહતની વાત એ છે કે, તેમની સૅલરી નહી અટકે.

વિક્ષેપિત થઈ શકે છે ચેક અથવા એટીએમ સેવાઓ
બૅન્કો બંધ હોવાના કારણથી ન માત્ર ચેક પરંતુ એટીએમ સેવાઓ પણ વિક્ષેપિત થઈ શકે છે. નેસનલ ઈલેક્ટ્રોનિક્સ ફંડ્સ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રૉસ સૅટલમેન્ટ સિસ્ટમ પમ હાલમાં 24* 7 સેવા નથી આપતી. ડિસેમ્બર મહિનાથી આ બંને સેવાઓ પણ 24*7 થશે. હાલના સમયમાં આ બંને સેવાઓ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે આ સેવાઓ બંધ હોય છે.

આ સુવિધાઓ બંધ ન થવાની આશા
જોકે, હડતાળના આ બે દિવસ બેન્કોની સત્તાવાર રજા નથી, એવામાં આશા છે કે, ઈન્ટરનેટ બૅન્કિંગ, ઑનલાઈન RTGS, NEFT, IMPS અને UPI ટ્રાન્સફર સેવાઓ બંધ નહી થાય.
First published: September 23, 2019, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading