Home /News /business /ગાડી અને સોનાની ખરીદી થશે સસ્તી, ટેક્સ નિયમોમાં થશે ફેરફાર

ગાડી અને સોનાની ખરીદી થશે સસ્તી, ટેક્સ નિયમોમાં થશે ફેરફાર

ફાઇલ તસવીર

મળેલી પ્રતિક્રિયાઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) સાથે વાતચીત બાદ સીબીઆઇસીએ નિર્ણય કર્યો છે

ન્યૂઝ18 ગુજરાતી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમર્સ (CBIC)એ કહ્યું કે, જીએસટીની ગણતરીના સમયે સોર્સ પર ટેક્સ વસૂલી (TCS)ની રકમને પ્રોડક્ટની કિંમતથી અલગ રાખવામાં આવશે. આનાથી મોંઘી કાર અને જ્વેલરી ખરીદનારાઓને મોટો લાભ થશે. ટેક્સ એક્ટ હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના વાહન, 5 લાખ રૂપિયાથી વધુ કિંમતની જ્વેલરી અને 2 લાખ રૂપિયાથી વધુના સોના-ચાંદી ખરીદવા પર 1 ટકા ટેક્સ (TCS) લાગે છે. જ્યારે અન્ય વસ્તુઓની ખરીદી પર જુદા-જુદા દરે ટીસીએસ લાગે છે.

સીબીઆઇસીએ પરિપત્રમાં કહ્યું કે, વસ્તુ અને સેવા ટેક્સ (GST)ની ગણતરી કરતાં સમયે ટીસીએસને વસ્તુની કિંમતથી અલગ રાખવામાં આવશે. આ પહેલાં ડિસેમ્બરમાં બોર્ડે કહ્યું હતું કે ટેક્સ એક્ટ હેઠળ જે પ્રોડક્ટ પર સ્ત્રોત પર ટેક્સ લાગુ પડે છે તેની પર જીએસટીની ગણતરી દરમિયાન ટીસીએસની રકમને પણ આમાં સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો: હવે નોકરી બદલતાં આપોઆપ જ ટ્રાન્સફર થઇ જશે PF!

મળેલી પ્રતિક્રિયાઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) સાથે વાતચીત બાદ સીબીઆઇસીએ નિર્ણય કર્યો છે કે, જીએસટી લગાવવાના હેતુથી વસ્તુનું મુલ્યાંકન કરવાના સમયે ટીસીએસ રકમને અલગ રાખવામાં આવશે.

સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે, ટીસીએસ વસ્તુ પર ટેક્સ નથી, પરંતુ વસ્તુના વેચાણ પર થનારી સંભાવિત આવક પર વચગાળાની ફી છે.
First published:

Tags: Cheaper, કાર, ગોલ્ડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો