Home /News /business /

Good News! આરબીઆઈએ રેપો રેટ વધારતા પાંચ બેંકે FD વ્યાજદરમાં કર્યો વધારો

Good News! આરબીઆઈએ રેપો રેટ વધારતા પાંચ બેંકે FD વ્યાજદરમાં કર્યો વધારો

કોટક મહિન્દ્રા બેંક (ફાઇલ તસવીર)

FD rates: કોટક મહિન્દ્રા બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે 390 દિવસ અને 23 મહિના સુધીની મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર ક્રમશ: 0.30 ટકા અને 0.35 ટકા વધારે વ્યાજ મળશે.

    નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)એ બુધવારે ચોથી મેના રોજ રેપો રેટ (Repo Rate)માં વધારો કરવાની જાહેરાત કરી હતી. જે બાદથી અત્યારસુધી ઓછામાં ઓછી પાંચ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ બેંકોમાં બંધન બેંક (Bandhan Bank), કોટક મહિન્દ્રા બેંક, જના સ્મૉલ ફાઇનાન્સ બેંક, બેંક ઑફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંક સામેલ છે. બેંકમાં એફડી કરવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે આ સારા સમાચાર છે.

    કોટક મહિન્દ્રા બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે 390 દિવસ અને 23 મહિના સુધીની મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર ક્રમશ: 0.30 ટકા અને 0.35 ટકા વધારે વ્યાજ મળશે. આ રીતે બંધન બેંકે બે વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

    લોનના વ્યાજદરમાં વધારો


    આ ઉપરાંત અન્ય બેંકોએ પોતાની લોનના વ્યાજદરોમાં વધારો કર્યો છે. આ બેંકોમાં બેંક ઑફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું નામ સામેલ છે. વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી દિવસોમાં અનેક બેંકો પોતાની લોનના દરો અને ફિક્સ્ડ ડિપોઝિટ રેટ્સમાં વધારો કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈએ ચોથી મેના રોજ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. આરીબીઆઈના આ પગલાંથી તમામ પ્રકારની લોન મોંઘી બનશે. બીજી તરફ ફિક્સ્ડ ડિપોઝિટ કરવા માંગતા ગ્રાહકોને તેનાથી વધારે વ્યાજ પણ મળશે. કારણ કે બેંકો પોતાના એફડી દરોમાં પણ વધારો કરશે.

    આ પણ વાંચો: શા માટે પીપીએફ એકાઉન્ટ જરૂરી? જાણો તેના ફાયદાઓ વિશે 

    ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના બેન્કિંગ એનાલિસ્ટ પ્રકાશ અગ્રવાલે જણાવ્યું કે, "બેન્કિંગ સેક્ટર્સની આશરે 40 ટકા લોન રેપો રેટ સાથે જોડાયેલી છે. આથી રેપો રેટ વધતાની સાથે જ બાકીની લોન પણ મોંધી થઈ શકે છે."

    રેપો રેટ એટલે શું? (Repo rate)


    રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.

    આ પણ વાંચો: બે દિવસમાં સંપૂર્ણ ભરાયો એલઆઈસીનો આઈપીઓ, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

    અસર: રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, FD, Repo rate, આરબીઆઇ

    આગામી સમાચાર