63 કરોડ લોકોને નાણામંત્રીએ આપી Gift, આ વીમા પોલીસીઓમાં કર્યો ફેરફાર

63 કરોડ લોકોને નાણામંત્રીએ આપી Gift, આ વીમા પોલીસીઓમાં કર્યો ફેરફાર
નાણામંત્રી નિર્મલા સિતારમન

નાગરીકોને નાણામંત્રીએ ગિફ્ટ આપી છે. સરકારે પ્રાઈવેટ અથવા રાજ્ય સ્વાસ્થ્ય વીમા યોજનાથી લાભાર્થી લોકોને કોરોના વાયરસ સંકટ સમયે રાહત આપવામાં આવી

 • Share this:
  નવી દિલહી : 23 કરોડ વાહન માલિકો અને 40 કરોડ નાગરીકોને નાણામંત્રીએ ગિફ્ટ આપી છે. સરકારે પ્રાઈવેટ અથવા રાજ્ય સ્વાસ્થ્ય વીમા યોજનાથી લાભાર્થી લોકોને કોરોના વાયરસ સંકટ સમયે રાહત આપવામાં આવી છે. નાણા મંત્રાલયે કાયદામાં સંશોધન કર્યું છે અને 21 એપ્રિલ, 2020 સુધી વીમા પ્રિમિયમની વૈધતા વધારી દીધી છે.

  ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ (Coronavirus in India)ના કારણે પૂરા દેશમાં લોકડાઉન (Lock down in India) લાગુ છે. જેના કારણે કેટલાએ લોકોની સેલરી અટકી પડી છે, તો અનેક ઈન્ડસ્ટ્રી બંધ થવાથી લોકોના કામ ઠપ પડ્યા છે.  એક અધિસૂચના અનુસાર, નાણામંત્રાલયે વીમા અધિનિયમ, 1938ની કલમ 64VBમાં સંશોધન કર્યું છે, જે પ્રિમિયમની ચૂકવણી વગર અગ્રિમ કવરેજની મંજૂરી આપે છે.

  જેથી વાહન માલિકો અને હેલ્થ પોલીસી હોલ્ડર્સની પોલીસીનો સમયગાળો વધારી દેવાયો છે. લોકડાઉનનો સમયગાળો 25 માર્ચથી 15 એપ્રિલ સુધીનો છે. એટલે કે, તમારી પોલીસીનો સમયગાળો 10 દિવસ વધારી દેવામાં આવ્યો છે. જો તમારી પોલીસી હામાં સમાપ્ત થઈ ગઈ હોય તો, પણ તમને પોલીસી કવરેજનો લાભ મળતો રહેશે.

  PhonePe 156 રૂપિયામાં 50 હજાર રૂપિયાની પોલીસી આપી રહ્યું છે
  ડિઝિટલ પેમેન્ટ કંપની ફોનપેએ બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્શના સહયોગથી કોરોના કેર નામની એક વીમા પોલીસીની જાહેરાત કરી છે. ફોન પે 156 રૂપિયાની કિંમત પર આ પોલીસી ગ્રાહકોને 50000 રૂપિયાનું કવર પ્રદાન કરશે. જે 55 વર્ષથી ઓછી ઉંમરના હોય અને કોઈ પણ હોસ્પિટલમાં માન્ય હશે જે કોવિડ-19 માટે સારવાર કરાવી રહ્યા હોય.

  સારવારના ખર્ચને કવર કરવા સિવાય, આ પોલીસીમાં પ્રી-હોસ્પિટલાઈઝેશન અને પોસ્ટ-કેર મેડિકલ ટ્રીટમેન્ટ પર થતો 1 મહિનાનો ખર્ચ પણ સામેલ છે. ગ્રાહક આ પોલીસી ફોનપે એપ પર my money સેક્શનમાં ઓનલાઈન ખરીદી શકો છે. કંપનીનો દાવો છે કે, પૂરી પ્રક્રિયામાં 2 મિનીટથી પણ ઓછો સમય લાગે છે.
  Published by:News18 Gujarati
  First published:April 02, 2020, 16:12 pm

  ટૉપ ન્યૂઝ