Home /News /business /ખુશખબર! CNG અને PNG ગેસની થઈ શકે છે સસ્તા, સરકારે લીધો આ મોટો નિર્ણય

ખુશખબર! CNG અને PNG ગેસની થઈ શકે છે સસ્તા, સરકારે લીધો આ મોટો નિર્ણય

કેન્દ્ર સરકારના આ પગલાથી નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ સીએનજી પીએનજીના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે.

CNG and PNG Price: ઓઈલ અને ગેસ મંત્રાલય દ્વારા સિટી ગેસ કંપનીઓને સ્થાનિક ઉત્પાદનના ગેસનો વધુ મોટો જથ્થો ફાળવવામાં આવશે. મંત્રાલય મુજબ આ વધારાના એલોકેશનથી ઓટોમોબાઈલ માટે સીએનજી અને ઘરો માટે પીએનજી ગેસની માગ 94 ટકા સુધી પૂરી થઈ શકશે. જેનાથી કિંમતોમાં ઘટાડો આવી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ તમને સીએનજી (CNG) અને પીએનજી (Piped Cooking Gas)ની મોઘવારીથી બચાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર જલ્દી જ આ ઇન્ડસ્ટ્રીઝને મળી રહેલા નેચરલ ગેસની ફાળવણીમાં દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ ગેસ (Indraprastha Gas) અને મુંબઈમાં મહાનગર ગેસ (Mahanagar Gas) જેવી સિટી ગેસ ઓપરેટર કંપનીઓને પણ જથ્થો ફાળવશે. જેનાથી સીએનજી અને પીએનજીના વધતા ભાવ ઘટાડવામાં મદદ મળશે. ઓઇલ અને ગેસ મંત્રાલયે બુધવારે બહાર પાડેલા એક નોટિફિકેશન દ્વારા નિયમોમાં ફેરફાર કરીને જણાવ્યું કે આમ કરવાથી સિટી ગેસ ઓપરેટર્સને (City Gas Operators) સ્થાનિક સ્તરે પેદા થતા ગેસનો જથ્થો ફાળવવામાં મદદ મળશે. આ પ્રકારે આઈજીએલ(IGL) અને એમજીએલ(MGL) જેવા સિટી ગેસ ઓપરેટર્સ માટે એલોકેશન પ્રતિદિન 7.5 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર્સથી વધારીને 20.78 એમએમએસસીએમડી કરી દેવામાં આવ્યું છે.

દરરોજ માત્ર રૂ.417 બચાવો, તમારી લાડકવાયી 21 વર્ષની ઉંમરે જ લાખોપતિ બની જશે

હવે કેટલી માગ થશે પૂરી

તેલ મંત્રાલયના જણાવ્યા મુજબ આ વધારાના એલોકેશનથી ઓટોમોબાઈલ્સ માટે સીએનજી અને ઘરોમાં પાઇપ્ડ કુકિંગ ગેસની 94 ટકા સુધીની ડિમાન્ડ પૂરી થશે. આ પહેલા આ માગ 83 ટકા સુધી જ પૂરી કરી શકાતી હતી. બાકીની માગ માટે કંપનીઓ ગેલ દ્વારા આયાત કરામાં આવેલા એલએનજી પર આધારીત હતી. જેથી સિટી ગેસ ઓપરેટર્સે હાલના મેકેનિઝમ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કેમ કે તેના કારણે આ કંપનીઓને મોંઘો આયાત કરેલો સીએનજી ઉપયોગ કરવો પડતો હતો. તેમણે કહ્યું કે આ કારણે જ સીએનજી અને પીએનજીની કિંમતો વધતી હતી.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દેખાઈ રહ્યો છે જોશ, તો શું આગળ પણ આ તેજી ચાલુ રહેશે?

કિંમતોમાં કેટલો ઘટાડો થઈ શકે છે?

આ પહેલાની વ્યવસ્થામાં ગેલ (GAIL) સ્થાનિક સ્તરે એલએનજી સાથે ઉપલબ્ધ ગેસને એવરેજ કરતી હતી અને પૂલ્ડ પ્રાઈસ અને ફ્યુઅલની માગ પૂરી કરતી હતી. આ મહિને આ કિંમત 10.58 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ હતી. આ સંશોધન બાદ ગેસની કિંમતો ઘટીને 7.5 ડોલર આવી શકે છે.

આ મહિને સીએનજી પીએનજીમાં કેટલો ભાવ વધારો થયો

આ મહિને દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં સપ્લાય થતો પીએનજી ગેસની કિંમતોમાં પ્રતિ યુનિટ 2.63 રુપિયા વધ્યા હતા. હાલ પીએનજીમાં કિંમતો દિલ્હીમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક 50.59 રુપિયા છે. જ્યારે મુંબઈમાં સીએનજી 6 રુપિયા પ્રતિ કિલો અને પીએનજી 4 રુપિયા પ્રતિ યૂનિટ મોંઘી થઈ છે.
First published:

Tags: CNG Price, Cng price in ahmedabad, PNG Price

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો