Home /News /business /

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! કેન્દ્ર સરકાર ઓક્ટોબરમાં આપશે 2,18,200 રૂપિયાની ભેટ, જાણો કઈ રીતે

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! કેન્દ્ર સરકાર ઓક્ટોબરમાં આપશે 2,18,200 રૂપિયાની ભેટ, જાણો કઈ રીતે

મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપી શકે છે ભેટ

7th Pay Commission DA Hike:કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે સરકારી કર્મચારીને (Government Employees) મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike) મે 2020થી અટકાવી દીધો હતો. ત્યારબાદ જુલાઈ 2021માં ડીએમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

    નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) મોંઘવારી રાહત (DR) અને હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં વધારો કર્યા બાદ હવે દિવાળી પહેલા ઑક્ટોબર મહિનામાં સરકારી કર્મચારીઓને (Government Employees)ને ફરી ભેટ આપી શકે છે. કેન્દ્ર સરકારે જુલાઈમાં મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધારીને 28 ટકા અને હાઉસ રેન્ટ એલાઉન્સ 24 ટકાથી વધારીને 27 ટકા કર્યુ હતું. હવે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થમાં ફરી 3 ટકાનો વધારો થશે. આ મોંઘવારી ભથ્થુ વધીને 31 ટકા થઈ જશે. કેન્દ્રએ કોરોના વાયરસની મહામારીના કારણે મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike) મે 2020થી અટકાવી દીધો હતો.

    કર્મચારીઓની ડીએ એરિયર્સની માંગ કરી હતી

    કેન્દ્રીય કર્મચારીઓ ડીએમાં વધારા બાદ ડીએ એરિયર્સની માંગ કરી રહ્યા છે. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને નાણા મંત્રાલય દ્વારા આ અંગે 26-27 જુન 2021ના રોજ બેઠક થઈ હતી. જોકે, હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતા. કેન્દ્રએ 17 ટકાના દરે અપાતું મોંઘવારી ભથ્થુ દોઢ વર્ષ કોરોનાના કારણે આપ્યું નહોતું. ક્લાસ-1 અધિકારીઓનું ડીએ એરિયર 11,800 રૂપિયાથી લઈને 37,554 રૂપિયા સુધી થાય છે. જ્યારે પે લેવલ-14ના કર્મચારીઓનું ડીએ 1,44,200 રૂપિયાથી લઈને 2,18,200 રૂપિયા જેટલું થાય છે.

    ડીએના કારણે મોંઘવારીની અસર ઓછી થાય છે

    હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ગત વર્ષની સરખામણીએ 11 ટકા વધી ચુક્યું છે. સરકારે જુલાઈ 2021માં વધારી અને 28 ટકા કરી નાખ્યું હતું જ્યારે જુન 2021માં તેમાં 3 ટકાનો વધારો કર્યો હવે તે લાગુ થાય તો કુલ 31 ટકા મોંઘવારી ભથ્થુ થઈ જશે.

    સામન્ય શબ્જોમાં જો કોઈની બેઝિક સેલેરી 50,000 રૂપિયા હોય તો તેને 15,500 રૂપિયા મળશે. કેન્દ્રના નિર્ણયને પગલે અનેક રાજ્યોએ ડીએ વધારાની જાહેરાત કરી છે જેમાં ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન, આસામ શામેલ છે. ડીએ કર્મચારીની બેઝિક સેલેરીનો ચોકક્સ ભાગ હોય છે જે દેશમાં મોંઘવારીની અસરને ઓછી કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને આપે છે જેમાં સમયાંતરે વધારો કરવામાં આવે છે. આમ કેન્દ્રની મોદી સરકાર દિવાળીમાં આ વધારો કરી અને કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીને સારી ભેટ આપી શકે છે. જોકે, આ વધારો દરેક કર્મચારીઓના પે સ્કેલ આધારિત રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: 7th pay commission, Business gujarati news, DA Hike, Government employees

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन