Home /News /business /

Monsoon : ચોમાસું સારું રહેશે તો પૈસાનો વરસાદ થશે, જો આ શેર પોર્ટફોલિયોમાં હશે તો થશે સારી કમાણી

Monsoon : ચોમાસું સારું રહેશે તો પૈસાનો વરસાદ થશે, જો આ શેર પોર્ટફોલિયોમાં હશે તો થશે સારી કમાણી

ચોમાસાં દરમિયાન થશે સારી કમાણી

શેરબજાર પણ સારા ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. સારા ચોમાસાથી શેરબજારમાં કમાણી થવાની શક્યતાઓ પણ વધી જાય છે.  બજારમાં કેટલાક એવા સ્ટોક છે, જે ચોમાસાને કારણે પ્રભાવિત થઈ શકે છે. તેમના પર નજર રાખવાથી કમાણીની સારી તકો પણ મળી શકે છે. IMDનો અંદાજ છે કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.

વધુ જુઓ ...
    Monsoon in India : ચોમાસાને લઈને ભારતમાં ઘણી આશાઓ છે. ખેડૂતો આખું વર્ષ ચોમાસાની રાહ જોતા હોય છે. સારા ચોમાસાથી જ ખેડૂતોને સારો પાક મળવાની અપેક્ષા હોય છે. ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. જેમાં બંગાળ, ઝારખંડ, બિહાર, કર્ણાટક વગેરે રાજ્યોના ભાગોનો સમાવેશ થાય છે. આ સાથે જ આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.

    બજાર અસરગ્રસ્ત થશે


    દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં આ દિવસોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા છે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે ચોમાસાની શરૂઆતથી બજારને પણ અસર થઈ છે. વર્તમાન સમયમાં જો ચોમાસું સારું રહેશે તો મોંઘવારીના મોરચે પણ લોકોને રાહત મળી શકે છે. સાથે જ ખરાબ ચોમાસાના કારણે લોકોના ખિસ્સા પર પણ અસર પડી શકે છે.

    આવું રહી શકે છે ચોમાસું


    શેરબજાર પણ સારા ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. સારા ચોમાસાથી શેરબજારમાં કમાણી થવાની શક્યતાઓ પણ વધી જાય છે.  બજારમાં કેટલાક એવા સ્ટોક છે, જે ચોમાસાને કારણે પ્રભાવિત થઈ શકે છે. તેમના પર નજર રાખવાથી કમાણીની સારી તકો પણ મળી શકે છે. IMDનો અંદાજ છે કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે. તેમજ દેશમાં સામાન્ય વરસાદના 104 ટકા વરસાદ પડી શકે છે, તેવા અનુમાનો કરાઈ રહ્યા છે.

    આ પણ વાંચો -સોનાના ભાવમાં થયો ફેરફાર, અહીં ચેક કરો ગુજરાતમાં સોના-ચાંદીની આજની કિંમત

    કૃષિ સબંધિત માંગમાં થશે વધારો


    સારા ચોમાસાને ખેડૂતોની સાથે સાથે દેશના અર્થતંત્ર માટે પણ સારું માનવામાં આવે છે. કૃષિ સંબંધિત કંપનીઓ પણ સારી લણણી સાથે સારો દેખાવ કરવામાં સક્ષમ છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની આવકમાં પણ સુધારો જોવા મળી શકે છે. સારા ચોમાસા અને સારા પાકને કારણે કૃષિ ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રોની માંગમાં પણ વધારો થાય છે. સારા ચોમાસાને કારણે કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ વધશે. સાથે જ ખાતરની માંગ પણ વધશે.

    આ કંપનીઓ પર રાખો નજર


    આ સાથે ટ્રેક્ટર, કૃષિ સાધનોની માંગ પણ વધશે. સારા પાકને કારણે ખાદ્યતેલ, કઠોળ, સોયાબીન જેવી ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાની પણ શક્યતા છે. બીજી તરફ સારા ચોમાસામાં શેરબજારમાં રોકાણ માટે Godrej agrovet, Mahindra & Mahindra, Chambal fertilizer, Titan, Deepak fertilizer, Dhanuka, HUL, MERICO પર નજર રાખવામાં આવશે.

    આ પણ વાંચો -LIC શેર પ્રાઇઝમાં આવી શકે છે બંપર તેજી, જાણો શું કહે છે બ્રોકરેજ ફર્મ

    ટ્રેક્ટરોની માંગમાં થઇ શકે છે વધારો


    નિષ્ણાતોનું માનીએ તો ખાતર, કૃષિ સાધનો, કૃષિ વપરાશ અને એસ્કોર્ટ ટ્રેક્ટર, એગ્રી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી ટ્રેક્ટર કંપનીઓની સારી ડિમાન્ડ જોવા મળી શકે છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Invest in share market, Share market, Stock market

    આગામી સમાચાર