અમદાવાદ Gold Price : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ફટાફટ જાણીલો નવી કિંમત, જાણો કેમ વધી રહ્યા ભાવ

અમદાવાદ Gold Price : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ફટાફટ જાણીલો નવી કિંમત, જાણો કેમ વધી રહ્યા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા પછી પણ ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થયો છે.

  • Share this:
    અમદાવાદ : આજે પણ ભારતીય બજારોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. આ સાથે સોનું દિલ્હીમાં 10 ગ્રામ દીઠ 51 હજાર રૂપિયાની નજીક પહોંચી ગયું છે. 5 જાન્યુઆરી, 2021ના ​​રોજ, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં 10 ગ્રામ દીઠ 335 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. તો, ચાંદીના ભાવમાં આજે રૂ .382 ઉછાળો જોવા મળ્યો છે. પાછલા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ .50,634 બંધ રહ્યું હતું. જ્યારે, ચાંદી 67,311 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જોકે, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવ સમાન રહ્યા હતા.

    અમદાવાદ ચાંદીનો ભાવ - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price, 5 January 2021) આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદી ચોરસા 69,500 અને ચાંદી રૂપું 69,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 68,500એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 68,300ના ભાવે બંધ રહ્યું હતું.



    અમદાવાદ સોનાનો ભાવ - આ ઉપરાંત આજે મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price, 5 January 2021) 450 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,250 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 53,050 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, સોમવારે અમદાવાદમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)ના ભાવ 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5)ના ભાવ 52, 600 પર બંધ રહ્યા હતા.

    આ પણ વાંચો - હવે LPG સિલિન્ડરનું બુકિંગ માત્ર મિસ્ડ callથી કરી શકાશે, નંબર જાહેર કર્યો - નોંધીલો

    દિલ્હી નવી સોનાની કિંમતો (Gold Price, 5 January 2021) - મંગળવારે દિલ્હી સરાફા માર્કેટમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 335નો વધારો થયો છે. પાટનગર દિલ્હી માં, 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાનો નવો ભાવ હવે 10 ગ્રામ દીઠ 50,969 રૂપિયા પર પહોંચી ગયો છે. તેના પ્રથમ કારોબારી સત્રમાં, સોનું 10 ગ્રામ દીઠ 50,634 રૂપિયા પર બંધ થયું હતું.

    દિલ્હી નવા ચાંદીના ભાવ (Silver Price, 5 January 2021) - ચાંદી વિશે વાત કરવામાં આવે તો તે મંગળવારે થોડો વધારો નોંધાયો છે. આજે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ માત્ર 382 રૂપિયાનો વધારો થયો છે. હવે તેની કિંમત પ્રતિ કિલો 69 693 પર પહોંચી ગઈ છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ સમાન રહ્યા હતા.

    આ પણ વાંચોખુશખબર! સરકારનો નવો પ્લાન, 8 કલાકથી વધુ કામ કરવા પર મળશે હવે એકસ્ટ્રા સેલરી

    કેમ કિંમતી ધાતુઓના ભાવ વધ્યા - એચડીએફસી સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા પછી પણ ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો થયો છે. ત્યારે, ડોલર સામે રૂપિયો ઘટ્યો છે. ડોલર સામે રૂપિયો 13 પૈસા તૂટીને 73.15 પર બંધ રહ્યો છે. આને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. લોકો હજી પણ સોનાને અન્ય બધા વિકલ્પોની તુલનામાં રોકાણ માટે સલામત માને છે. આવી સ્થિતિમાં સોનામાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. આને કારણે, બંને કિંમતી ધાતુઓનો ટ્રેન્ડ ચાલુ છે.
    Published by:kiran mehta
    First published:January 05, 2021, 19:07 pm

    ટૉપ ન્યૂઝ