અમદાવાદઃ સપ્તાહના શરૂઆતમાં Gold-Silverના ભાવમાં આવી તેજી, જાણો આજના નવા ભાવ

અમદાવાદઃ સપ્તાહના શરૂઆતમાં Gold-Silverના ભાવમાં આવી તેજી, જાણો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક સ્તર ઉપર સોનાની કિંમતો સોમવારે લગભગ બે સપ્તાહની ઉંચાઈ ઉપર પહોંચ્યું હતું.

 • Share this:
  અમદાવાદઃ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થયો હતો. જેના પગલે સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price) તેજી જોવા મળી હતી. દિલ્હી બજારમાં 10 ગ્રામ સોનાના (Gold rate today) ભાવમાં 161 રૂપિયાનો વધારો થયો હતો. જોકે અમદાવાદ બજારમાં સતત કેટલાક દિવસોથી સોના-ચાંદીના (Silver rate today) ભાવમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી ન હતી. આમ અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા.

  નિષ્ણાંતોનું માનવું છે કે ભારત અને ચીન વચ્ચેના તણાવ વધવાના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઉંચાઈ ઉપર પહોંચી શકે છે. ભારતમાં સોનામાં સોનાના ભાવ સાત ઓગસ્ટે 56,200 રૂપિયાની રેકોર્ડ સપાટી ઉપર પહોંચ્યું હતું. પરંતુ વૈશ્વિક સ્તર ઉપર આવેલા ઉતાર ચઢાવના કારણે સોનાના ભાવ અસ્થિર રહ્યા છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં બે સપ્તાહની નવી ઉંચાઈ ઉપર પહોચ્યો સોનાના ભાવઃ વૈશ્વિક સ્તર ઉપર સોનાની કિંમતો સોમવારે લગભગ બે સપ્તાહની ઉંચાઈ ઉપર પહોંચ્યું હતું. નબળા અમેરિકન ડોલરના પગલે સોનાની માંગ વધી છે. અમેરિકી ફેડરલ રિઝર્વની નવી નીતિના સંકેત મળ્યા છે. આવનારા સમય બાદ વ્યાજ દર કેટલાક સમય માટે ઓછી રહેશે.

  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ
  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold-Silver price In Ahmedabad) આજે સોમવારે એક કિલો ચાંદીમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરાસાનો ભાવ 65,000 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 64,800 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો. શનિવારે પણ ચાંદી ચોરાસા (Silver Price on 31 August 2020) 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

  આ ઉપરાંત અમદાવાદ માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 31 August 2020) પણ પાછલા બંધ ભાવમાં કોઈ મૂવમેન્ટ ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી 52,300 રૂપિયાના લેવલે રહ્યું હતું હતું. શનિવારે પણ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી 52,300 રૂપિયાની સપાટીએ રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનાના ભાવ 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'શિવ શક્તિ ઢાબા'માં જમવા જાઓ છો? તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ

  આ પણ વાંચોઃ-મોરબીમાં મેઘતાંડવ! માટેલમાં ગાયને બચાવવા જતાં ત્રણ લોકો ડૂબ્યા, ભાવપરમાં ચાર બકરાંના મોત

  આ પણ વાંચોઃ-સોના ઉપર મળી રહ્યું છે પાછલા 5 મહિનાનું સૌથી વધારે ડિસ્કાઉન્ટ, તમારી પાસે છે મોકો

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  HDFC સિક્યોરિટી પ્રમાણે દિલ્હી ઝવેરી બજારમાં સોમવારે 24 કેરેટ સોનાના ભાવમાં 52,477 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 52,638 રૂપિયા પહોંચ્યો છે. આ દરમિયાન 161 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 67,295 રૂપિયાથી વધીને 68,095 રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન 800 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો.

  મુંબઈમાં સોના-ચાંદીના ભાવ
  મુંબઈ સરાફા બજારમાં સપ્તાહની શરૂઆતમાં 99.9 સોનાનો ભાવ વધીને 51,405 રૂપિયા પ્રતિ 10 ગ્રમ થયો હતો. જ્યારે ચાંદીની કિંમતો ઘટીને 66,516 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
  Published by:ankit patel
  First published:August 31, 2020, 17:31 pm