અમદાવાદ: આજે Silverના ભાવમાં 1800 રૂપિયાનો ઉછાળો, ફટાફટ જાણો Gold-Silverના નવા ભાવ

News18 Gujarati
Updated: September 29, 2020, 5:59 PM IST
અમદાવાદ: આજે Silverના ભાવમાં 1800 રૂપિયાનો ઉછાળો, ફટાફટ જાણો Gold-Silverના નવા ભાવ
અમદાવાદ 29 સપ્ટેમ્બર સોના ચાંદીના ભાવ (પ્રતિકાત્મક તસવીર)

આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની માંગ વધવાથી દુનિયાભરમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે મંગળવારે વિદેશી બજારમાં ખરીદી બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે.

  • Share this:
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની માંગ વધવાથી દુનિયાભરમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે મંગળવારે વિદેશી બજારમાં ખરીદી બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. આની અસર ઘરેલુ બજાર એટલે કે, દિલ્હીના સર્રાફા બજાર અને અમદાવાદના બજારમાં જોવા મળી છે. દિલ્હી સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનોનો ભાવ 663 રૂપિયા વધી ગયો છે. આ દરમિયાન દિલ્હીમાં ચાંદીની કિંમતમાં પણ 1321 રૂપિયાની તેજી જોવા મળી છે.

અમદાવાદ ચાંદીનો ભાવ - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 29 September 2020) આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1800 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 60,000 અને ચાંદી રૂપું 59,800 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 58,200એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 58000ના ભાવે બંધ રહ્યું હતું.

આ પણ વાંચો - Gold-Silver Update : માર્ચ બાદ સૌથી વધારે સસ્તુ થયું સોનું-ચાંદી, 4.6 ટકાનો મોટો ઘટાડો

અમદાવાદ સોનાનો ભાવ - આ ઉપરાંત આજે મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 29 September 2020) 700 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, સોમવારે અમદાવાદમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)ના ભાવ 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5)ના ભાવ 51,100 પર બંધ રહ્યા હતા.

આ પણ વાંચો - હવે મીઠાઈની દુકાન માટે આવી ગયા નવા નિયમો, 1 ઓક્ટોબરથી પૂરા દેશમાં થશે લાગૂ

એક્સપર્ટનું કહેવું છે કે, વિદેશી બજારની સાથે-સાથે વાયદાબજારમાં મંગળવારે સોનામાં તેજી જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વચ્ચે થનારી ડિબેટ પર મંડરાયેલી છે. આ સિવાય અમેરિકામાં રાહત પેકેજ સાથે જોડાયેલા વિધેયકો પર પણ નજર છે.

કેમ આવી સોના-ચાંદીની કિંમતોમાં તેજી - એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટિ) તપન પટેલનું કહેવું છે કે, દિલ્હી સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાના ભાવ 663 રૂપિયા વધી ગયા છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે, રૂપિયામાં આવેલી નબળાઈની અસર પણ સોનાની કિંમત પર જોવા મળી રહી છે.
Published by: kiran mehta
First published: September 29, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading