અમદાવાદઃ સપ્તાહમાં Gold 1000 રૂપિયા થયું સસ્તું, જાણો સોના-ચાંદીના નવા ભાવ

અમદાવાદઃ સપ્તાહમાં Gold 1000 રૂપિયા થયું સસ્તું, જાણો સોના-ચાંદીના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1000 રૂપિયાનો ઘડાટો નોંધાયો હતો. જોકે, ચાંદીમાં સપ્તાહ દરમિયાનની વધઘટ બાદ અંતે કોઈ ફેરફાર થયો ન હતો.

  • Share this:
    અમદાવાદઃ અર્થવ્યવસ્થામાં તેજીની આશા દેખાતા સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. જેના પગલે ઘરેલું બજારમાં સોનાના ભાવમાં (Gold Rate today) ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે શનિવારે સપ્તાહના છેલ્લા દિવસે અમદાવાદ ઝવેરી માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં (Silver Price on 29 August 2020) કોઈ જ ફેરફાર ન નોંધાતા પાછલા બંધ ભાવે સ્થિર રહ્યાં હતા. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1000 રૂપિયાનો ઘડાટો નોંધાયો હતો. જોકે, ચાંદીમાં સપ્તાહ દરમિયાનની વધઘટ બાદ અંતે કોઈ ફેરફાર થયો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવ (Gold Price on 29 August 2020) નીચે તરફ જઈ રહ્યો છે.આમ છતાં નિષ્ણાંતોનું માનવું છે કે દિવાળી સુધી સોનું 64,000 રૂપિયાથી 82,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

    અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ


    અમદાવાદ ઝવેરી બજારમાં (Gold-Silver price In Ahmedabad) આજે શનિવારે એક કિલો ચાંદીમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરાસાનો ભાવ 65,000 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 64,800 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો. શુક્રવારે પણ ચાંદી ચોરાસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

    આ પણ વાંચોઃ-સુરત: 'coronaના બાપથીએ મને કઈં ના થાય, હું તો આળોટે', દારૂડિયા યુવકનો તમાશો Videoમાં કેદ

    આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

    આ ઉપરાંત અમદાવાદ માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં પણ પાછલા બંધ ભાવમાં કોઈ મૂવમેન્ટ ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી 52,300 રૂપિયાના લેવલે રહ્યું હતું હતું.

    આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

    શુક્રવારે પણ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી 52,300 રૂપિયાની સપાટીએ રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનાના ભાવ 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

    નિષ્ણાંતો શું કહે છે?
    નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં તેજીના અણસાર જોવા મળતા સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. પહેલા સત્રમાં ડોલરની કમજોરી બાદ સોનાના ભાવમાં 1 ટકા સુધી વધીને સ્થિર થશે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવ નીચે તરફ જઈ રહ્યો છે. આમ છતાં નિષ્ણાંતોનું માનવું છે કે દિવાળી સુધી સોનું 64,000 રૂપિયાથી 82,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
    Published by:ankit patel
    First published:August 29, 2020, 17:45 pm