અમદાવાદઃ આવી ગયા સોના-ચાંદીના આજના નવા ભાવ, શું દિવાળી સુધી સોનું રૂ.82,000 થશે?

અમદાવાદઃ આવી ગયા સોના-ચાંદીના આજના નવા ભાવ, શું દિવાળી સુધી સોનું રૂ.82,000 થશે?
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવ નીચે તરફ જઈ રહ્યો છે. આમ છતાં નિષ્ણાંતોનું માનવું છે કે દિવાળી સુધી સોનું 64,000 રૂપિયાથી 82,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

 • Share this:
  અમદાવાદઃ અર્થવ્યવસ્થામાં તેજીની આશા દેખાતા સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. જેના પગલે ઘરેલું બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, અમદાવાદ ઝવેરી માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં (Silver Price on 28 August 2020) કોઈ જ ફેરફાર ન નોંધાતા પાછલા બંધ ભાવે સ્થિર રહ્યાં હતા. છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવ (Gold Price on 28 August 2020) નીચે તરફ જઈ રહ્યો છે. આમ છતાં નિષ્ણાંતોનું માનવું છે કે દિવાળી સુધી સોનું 64,000 રૂપિયાથી 82,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ


  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold-Silver price In Ahmedabad) આજે ગુરુવારે એક કિલો ચાંદીમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરાસાનો ભાવ 65,000 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 64,800 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો. ગુરુવારે પણ ચાંદી ચોરાસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

  આ ઉપરાંત અમદાવાદ માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં પણ પાછલા બંધ ભાવમાં કોઈ મૂવમેન્ટ ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી 52,300 રૂપિયાના લેવલે રહ્યું હતું હતું. ગુરુવારે પણ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી 52,300 રૂપિયાની સપાટીએ રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનાના ભાવ 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-સસ્તું સોનું ખરીદવાની જોરદાર તક, જાણો ક્યારે અને કેવી રીતે ઉઠાવી શકો છો તમે ફાયદો

  આ પણ વાંચોઃ-સુરતઃ Coronaમાં બેકાર બનેલા મેનેજરનું કારસ્તાન, શેઠના ગોડાઉનમાંથી ચોરી લીધી લાખો રૂપિયાની સીગારેટ

  આ પણ વાંચોઃ-શ્રમિકો આનંદો! અમદાવાદ મનપા પ્રવાસી મજૂરોને પાકા મકાનો ભાડે આપશે, કેટલું હશે ભાડું?

  નિષ્ણાંતો શું કહે છે?
  HDFC સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી)ના તપન પટેલના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં તેજીના અણસાર જોવા મળતા સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. જ્યારે મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસના કોમોડિટી રિસર્ચ વાઈસ પ્રેસિડેન્ટ નવનીત દમાનીનું કહેવું છે કે પહેલા સત્રમાં ડોલરની કમજોરી બાદ સોનાના ભાવમાં 1 ટકા સુધી વધીને સ્થિર થશે. રોકાણકારો ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવલેના ભાષણની રાહ જોઈ રહ્યા છે.


  છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવ નીચે તરફ જઈ રહ્યો છે. આમ છતાં નિષ્ણાંતોનું માનવું છે કે દિવાળી સુધી સોનું 64,000 રૂપિયાથી 82,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
  Published by:ankit patel
  First published:August 28, 2020, 18:31 pm