અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો જોરદાર ફેરફાર, જાણી લો બંને કિમતી ધાતુઓના નવા ભાવ

અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો જોરદાર ફેરફાર, જાણી લો બંને કિમતી ધાતુઓના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

પહેલા સત્રમાં ડોલરની કમજોરી બાદ સોનાના ભાવમાં 1 ટકા સુધી વધીને સ્થિર થશે. રોકાણકારો ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવલેના ભાષણની રાહ જોઈ રહ્યા છે.

 • Share this:
  અમદાવાદઃ અર્થવ્યવસ્થામાં તેજીની આશા દેખાતા સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. જેના પગલે ઘરેલું બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, ઔદ્યોગિક માંગના પગલે ચાંદીમાં ભારે ઉછાલો જોવા મળ્યો હતો. અમદાવાદ માર્કેટમાં આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price on 27 August 2020) 3000 રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 27 August 2020) 200 રૂપિાયનો નજીવો ઘટાડો નોંધાયો હતો.

  અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ


  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold-Silver price In Ahmedabad) આજે ગુરુવારે એક કિલો ચાંદીમાં 3000 રૂપિાયનો તોતિંગ ઉછાળો નોંધાતા ચાંદી ચોરાસાનો ભાવ 65,000 રૂપિયા અને ચાંદી રુપુંનો ભાવ 64,800 રૂપિયાના સ્તરે રહ્યો હતો. બુધવારે ચાંદી ચોરાસા 62,000 રૂપિયા અને ચાંદી રુપું 61,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

  આ ઉપરાંત અમદાવાદ માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં માત્ર 200 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી 52,300 રૂપિયાના લેવલે રહ્યું હતું હતું. બુધવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,700 રૂપિયા અને સોનું તેજાબી 52,500 રૂપિયાની સપાટીએ રહ્યું હતું. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનાના ભાવમાં પણ 200 રૂપિયા ઘટતાં હોલમાર્ક દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

  આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

  મુંબઈમાં સોના-ચાંદીના ભાવ
  મુંબઈ બુલિયન માર્કેટમાં (Gold-Silver price In Mumbai) બંને કિમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી હતી. ગુરુવારે અહીં 99.5 ચાંદીનો ભાવ 66,447 રૂપિાય પ્રતિ કિલો રહ્યો હતો. જ્યારે 99.9 સોનું 53,331 રૂપિયા અને 99.5 સોનું 51,537 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ, PIએ રૂ.45 લાખની લાંચ લીધાનો આરોપ

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  HDFC સિક્યુરિટી પ્રમાણે દિલ્હી સરાફા બજારમાં (Gold-Silver price In delhi) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાનો ભાવ 743 રૂપિાય વધીને 52,508 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. જે બુધવારે 51,765 રૂપિાય પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીના ભાવમાં 3,615 રૂપિયા પ્રતિ કિલોનો ઉછાળો નોંધાતા ચાંદીનો નવો ભાવ 68,492 રૂપિાયએ પહોંચ્યો હતો. જે બુધવારે 64,877 રૂપિયા પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

  આંતરરાષ્ટ્રીય બજારમાં પીળી કિંમતી ધાતુનો ભાવ 1946 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો બાવ 27.38 ડોલર પ્રતિ ઔંસ ઉપર રહ્યો હતો.

  નિષ્ણાંતો શું કહે છે?
  HDFC સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી)ના તપન પટેલના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં તેજીના અણસાર જોવા મળતા સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું. જ્યારે મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસના કોમોડિટી રિસર્ચ વાઈસ પ્રેસિડેન્ટ નવનીત દમાનીનું કહેવું છે કે પહેલા સત્રમાં ડોલરની કમજોરી બાદ સોનાના ભાવમાં 1 ટકા સુધી વધીને સ્થિર થશે. રોકાણકારો ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવલેના ભાષણની રાહ જોઈ રહ્યા છે.
  Published by:ankit patel
  First published:August 27, 2020, 19:05 pm