Golઅમદાવાદઃ વિદેશી બજારોમાં ઘટેલી કિંમતો અને ભારતીય રૂપિયામાં (Indian Rupee Strong) આવેલી મજબૂતીના કારણે સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં (Latest Gold-Siver Price ) ઘટાડો નોંધાયો છે. બુધવારે અમદાવાદ માર્કેટમાં સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે. અમદાવાદ માર્કેટમાં બે દિવસમાં એક કિલોના ભાવમાં 4000 રૂપિયાનો (Silver Price on 26 August 2020) કડાકો બોલાયો છે. જ્યારે 10 ગ્રામ સોનામાં (Gold Price on 26 August 2020) 800 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાંતોનું માનવું છે કે સારા આર્થિક આંકડાઓના કારણે અમેરિકન ડોલર નબળો પડ્યો છે અને કોરોના વાયરસની દવા અને વેક્સીનની વધતી આશાના કારણે વૈશ્વિક સ્તરે સોનું-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલની સંભાવનાના સોના અને ચાંદી ઉપર દબાણ બનાવવાનું કામ કરી રહ્યું છે.
અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ
અમદાવાદ ઝવેરી બજારમાં (Gold-Silver prie in Ahmedabad) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 2000 હજાર રૂપિયાનો કડાકો બોલાયો હતો. જેના પગલે ચાંદી ચોરસાનો ભાવ 62,000 રૂપિયા અને ચાંદી રુંપુંનો ભાવ 61,800 રૂપિયા હતો. મંગળવારે ચાંદી ચોરસાનો ભાવ 64,000 રૂપિયા અને ચાંદી રૂપાનો ભાવ 63,800 રૂપિયા હતો.
આ ઉપરાંત આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિાયનો ઘટાડો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,700 રૂપિાય અને સોનું તેજાબી (99.5) 52,500 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. મંગળવારે સોનું સ્ટાન્ડર્ડ (99.9)નો ભાવ 53,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,800 રૂપિયાની સપાટીએ બંધ રહ્યં હતું. હોલમાર્ક દાગીનાની વાત કરીએ તો 10 ગ્રામ હોલમાર્ક દાગીનામાં 290 રૂપિયાનો ઘટાડો થતાં 51,650 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા.
દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
દિલ્હી સારાફા બજારમાં (Gold-Silver prie in Delhi) HDFC સિક્યોરીટના પ્રમાણે બુધવારે 24 કેરેટનો સોનાનો ભાવ 52,172 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 51,963 રૂપિયા થયો હતો. આ દરમિયાનમાં 210 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંચ એક કિલો ચાંદીનો ભાવ 66,255 રૂપિયાથી ઘટીને 65,178 રૂપિયાના સ્તરે આવી ગયો હતો. આ દરમિયાન 1,077 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
મુંબઈ ઝવેરી બજારમાં (Gold-Silver prie in Mumbai) 10 ગ્રામ 99.9 સોનાનો ભાવ 51,000 રૂપિયાથી નીચે ઉતરી ગયો છે. બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 50,983 રૂપિયા થયું હતું. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ ઘટીને 62,541 રૂપિયાના સ્તરે રહ્યો હતો.
કોટક સિક્યોરિટી તરફથી રજૂ કરેલા રિપોર્ટમાં કહેવા પ્રમાણે બુલિયન માર્કેટની નજરથી અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના (Jerome Powell) ભાષણ ઉપર ટકેલી છે. ગુરુવારે જેક્સન હોલ બેઠક થવાની છે. આ બેઠકમાં આર્થિક હાલાત અંગે કેન્દ્રીય બેન્કની દિશાની જાણ થશે. આ ઉપરાંત મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસ પ્રમાણે જેક્સન હોલમાં વ્યાજદરમાં નરમી રહેવાના સંકેત મળી શકે છે. આનાથી ડોલરમાં નરમાઈ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં સોનાના ભાવ વધશે. ડિસેમ્બર અંત સુધીમાં સોનું 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી જશે.